Western Times News

Gujarati News

ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર સરકાર આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સીગારેટ, પાન-મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો પર લાગુ ઊંચા ટેક્સની વસૂલાત માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટી વધારવાની દરખાસ્ત કરી છે.

જીએસટીના કર માળખામાં વ્યાપક સુધારાના પગલે કમ્પનસેશન સેસનો અંત આવ્યા પછી સિગારેટ, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો તથા સ્વાસ્થ્ય માટે હાનીકારક અન્ય ઉત્પાદનો પર વધારાનો સેસ સમાન સ્તરે જળવાઈ રહે તે માટે નાણામંત્રી સીતારામન સોમવારે લોકસભામાં નવો સ્વાસ્થ્ય સેસ અને સિક્યોરિટી સેસ રજૂ કરે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં નોંધપાત્ર સુધારો કરતા ૨૨ સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ કર્યા છે, જેમાં માત્ર પાંચ અને ૧૮ ટકાના સ્લેબ છે. જીએસટી માળખામાં સુધારાના પગલે સીગારેટ, ગુટખા, પાન-મસાલા સહિતના તમાકુના ઉત્પાદનો પર લાગુ કમ્પનસેસન સેસ એટલે કે વળતર સેસનો અંત આવી રહ્યો છે.

આવા સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સેન્ટ્રલ એક્સાઈઝ સુધારા બિલ, ૨૦૨૫ અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, ૨૦૨૫ લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટેડ કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એક્સાઈઝ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૫ સીગારેટ, ગુટખા, પાનમસાલા જેવા તમાકુ ઉત્પાદનો પર એક્સાઈઝ ડયુટીની વસૂલાત દ્વારા તમાકુ પર જીએસટી કમ્પનસેસન સેસનું સ્થાન લેશે. ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ’ પાન મસાલા પરના કમ્પનસેસન સેસને બદલી નાંખશે.

રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે સંશાધનોમાં વધારો કરવા આ બિલ રજૂ કરાશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેસના દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. હાલમાં જીએસટી હેઠળ તમાકુના ઉત્પાદનો પર જે સેસ લગાવવામાં આવે છે તે સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ લાગુ થશે.

અહેવાલો મુજબ નવા એક્સાઈઝ બિલ હેઠળ ૭૫ મીમીથી વધુ લંબાઈવાળી ફિલ્ટર સિગારેટ પર ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. ૭૩૫થી વધારીને રૂ. ૧૧૦૦૦ કરાયો છે. બીજીબાજુ ૬૫-૭૦ મીમીની નોન-ફિલ્ટર સિગારેટ પરનો ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. ૨૫૦ થી વધારીને રૂ. ૪૫૦૦ કરવાની દરખાસ્ત કરાઈ છે, જે અંદાજે ૧૮ ગણો વધારો દર્શાવે છે.

પાઈપ અથવા સિગારેટ માટે ઉપયોગમાં લેવાતા સ્મોકિંગ મિક્સચર પર ડયુટી ૬૦ ટકાથી વધારીને ૩૨૫ ટકા કરાશે.સરકારનું કહેવું છે કે વર્ષ ૨૦૧૭માં જીએસટી લાગુ થયા પછી તમાકુ ઉત્પાદનો પર જીએસટી કમ્પનસેસન સેસ લગાવતા ટેક્સનો ભાર વધે નહીં તે માટે સેન્ટ્રલ એક્સાઈઝ ઓછો રકાયો હતો. હવે આ સેસ ખતમ થવાનો છે. નવા એક્સાઈઝ માળખા મારફત આવક અને ટેક્સનું માળખું સ્થિર રખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.