જીવ બચાવવા વેનેઝુએલાના પ્રમુખ દેશ છોડેઃ ટ્રમ્પની ધમકી
વોશિંગ્ટન , યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મેડુરો સાથે ફોન પર વાતચીત દરમિયાન ખુલ્લી ધમકી આપી છે. નિકોલસ સ્વેચ્છાએ દેશ છોડવા તૈયાર થાય તો તેમના નિકટના લોકોના જીવ બચશે.
ટ્રમ્પે પ્રમુખ નિકોલસ, તેમની પત્ની સિલિઆ ફ્લોરેસ અને દીકરાને તાત્કાલીક દેશ છોડી દેવા કહ્યું હતું. તેઓ ટ્રમ્પની ઓફર સ્વીકારે તો અન્ય ઘણાં સાથીદારોને પણ સલામત છોડી દેવાની ખાતરી આપી હતી.ટ્રમ્પની શરતોનો સ્વીકાર કરવાના બદલે નિકોલસે વળતી શરતો મૂકી હતી, જેના કારણે વાટાઘાટો પડી ભાંગી હતી. રવિવારે યુએસ પ્રમુખ ટ્રમ્પે આ બાબતનો સ્વીકાર કરતા નિકોલસ સાથે તાજેતરમાં વાત થઈ હોવાનું જણાવ્યું હતું.
અગાઉ વેનેઝુએલાની એરસ્પેસને સંપૂર્ણ બંધ કરવાની ધમકી ટ્રમ્પે આપી હતી અને વાટાઘાટો પડી ભાંગ્યાના કલાકોમાં જ ટ્રમ્પે સૈન્યને રવાના કરી દીધુ હતું. મિઆમી હેરાલ્ડના રિપોટ્ર્સ મુજબ, નિકોલસે ટ્રમ્પ પાસે બે ગેરંટી માગી હતી. સમગ્ર વિશ્વમાં પોતાના માટે અને નિકટના લોકો માટે એમ્નેસ્ટીની માગણી તેમણે કરી હતી. ટ્રમ્પને આ બાબતે વાતચીતમાં વાંધો ન હતો.
જો કે નિકોલસે વેનેઝુએલામાં મુક્ત ચૂંટણી યોજવા માટે સૈન્યનો અંકુશ પોતાની પાસે રાખવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે ટ્રમ્પને બંને શરત ફગાવી દીધી હતી. ટ્રમ્પે બાદમાં આકરુ વલણ અપનાવ્યુ હતું અને નિકોલસ સત્તા છોડે તો જ વાતચીત કરવાની શરત મૂકી હતી.SS1MS
