Western Times News

Gujarati News

દિલ્હી સહિત મોટાં એરપોર્ટની નજીક જીપીએસ સિગ્નલ સાથે છેડછાડ

નવી દિલ્હી, દેશમાં છેલ્લા એક વર્ષમાં દિલ્હી સહિત દેશના કેટલાક મોટા એરપોર્ટાેની આસપાસ ઉડાણ ભરી રહેલા વિમાનોમાં જીપીએસ સ્પૂફિંગ અને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ(જીએનએસસ) સિગ્નલમાં છેડછાડની કેટલીય ઘટના બની છે, તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, આ કારણોસર વિમાનોને ખોટા સિગ્નલ(જીપીએસ) મળ્યા હતા. સાતમી નવેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ્‌સ ઓપરેશન ૧૨ કલાકથી વધુ પ્રભાવિત રહ્યા હતા. ૮૦૦થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ મોડી પડી અને ૨૦ ફ્લાઇટ રદ કરવી પડી હતી. વૈશ્વિક સ્તર પર રેન્સમવેર-માલવેર હુમલાનો ખતરો વધ્યો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પોતાના આઈટી અને ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સેફ્ટી માટે એડવાન્સ સાયબર સિક્યોરિટી અપનાવી રહી છે. ડીજીસીએએ નવેમ્બર ૨૦૨૩માં જીપીએસ જામિંગ કે સ્પૂફિંગની કોઈ પણ ઘટનાનું રિપો‹ટગ ફરજિયાત બનાવ્યા પછી દેશના અન્ય પ્રમુખ એરપોર્ટાેથી નિયમિત રિપોર્ટ મળી રહ્યા છે. એમાં કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટ સામેલ છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ(જીએનએસસ) હસ્તક્ષેપના જોખમને પહોંચી વળવા માટે ડીજીસીએએ નવેમ્બર ૨૦૨૩માં એક એડવાઈઝરી પરિપત્ર જાહેર કર્યાે હતો. ત્યાર પછી ૧૦મી નવેમ્બરે વિસ્તૃત એસઓપી જાહેર કરાઈ છે, જે ખાસ કરીને એરપોર્ટાેની આસપાસ થઈ રહેલી જીપીએસ સ્પફિંગ ઘટનાઓના રિયલ-ટાઈમ રિપો‹ટગ માટે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.