Western Times News

Gujarati News

ટ્રમ્પની આ દેશના પ્રમુખને ધમકીઃ જીવ બચાવવા દેશ છોડે

(એજન્સી)વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મેડુરો સાથે ફોન પર વાતચીત દરમિયાન ખુલ્લી ધમકી આપી છે. નિકોલસ સ્વેચ્છાએ દેશ છોડવા તૈયાર થાય તો તેમના નિકટના લોકોના જીવ બચશે.

ટ્રમ્પે પ્રમુખ નિકોલસ, તેમની પત્ની સિલિઆ ફ્લોરેસ અને દીકરાને તાત્કાલીક દેશ છોડી દેવા કહ્યું હતું. તેઓ ટ્રમ્પની ઓફર સ્વીકારે તો અન્ય ઘણાં સાથીદારોને પણ સલામત છોડી દેવાની ખાતરી આપી હતી.ટ્રમ્પની શરતોનો સ્વીકાર કરવાના બદલે નિકોલસે વળતી શરતો મૂકી હતી, જેના કારણે વાટાઘાટો પડી ભાંગી હતી.

NOW – Trump will soon conduct land strikes on cartels and any country suspected of trafficking drugs into the U.S.: “Anybody that’s doing that and selling it into our country is subject to attack… not just Venezuela.” President Nicolas Maduro

રવિવારે યુએસ પ્રમુખ ટ્રમ્પે આ બાબતનો સ્વીકાર કરતા નિકોલસ સાથે તાજેતરમાં વાત થઈ હોવાનું જણાવ્યું હતું. અગાઉ વેનેઝુએલાની એરસ્પેસને સંપૂર્ણ બંધ કરવાની ધમકી ટ્રમ્પે આપી હતી અને વાટાઘાટો પડી ભાંગ્યાના કલાકોમાં જ ટ્રમ્પે સૈન્યને રવાના કરી દીધુ હતું.

મિઆમી હેરાલ્ડના રિપોટ્‌ર્સ મુજબ, નિકોલસે ટ્રમ્પ પાસે બે ગેરંટી માગી હતી. સમગ્ર વિશ્વમાં પોતાના માટે અને નિકટના લોકો માટે એમ્નેસ્ટીની માગણી તેમણે કરી હતી. ટ્રમ્પને આ બાબતે વાતચીતમાં વાંધો ન હતો. જો કે નિકોલસે વેનેઝુએલામાં મુક્ત ચૂંટણી યોજવા માટે સૈન્યનો અંકુશ પોતાની પાસે રાખવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે ટ્રમ્પને બંને શરત ફગાવી દીધી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે, ડ્રગ તસ્કરી કરતા કાર્ટેલ અને અમેરિકામાં ડ્રગ્સ મોકલતા કોઈપણ દેશ પર જલદ જ જમીની હુમલા કરવામાં આવશે. “જે કોઈપણ વ્યક્તિ કે દેશ આવું કરીને અમારા દેશમાં વેચે છે તે હુમલાનો શિકાર બનશે… માત્ર વેનેઝુએલા જ નહીં,” ટ્રમ્પે કેબિનેટ મીટિંગ દરમિયાન કહ્યું.​

ટ્રમ્પે કાર્ટેલને જવાબદાર ઠેરવ્યા કે તેમણે ગયા વર્ષે ૨ લાખથી વધુ અમેરિકનોના મોતનું કારણ બન્યા છે, ખાસ કરીને ફેન્ટાનિલ અને કોકેનના વેપારથી. વેનેઝુએલા, કોલંબિયા અને મેક્સિકો જેવા દેશોને નિશાન બનાવીને તેમણે કહ્યું કે, “અમે તેમના રસ્તા, રહેઠાણ અને બધું જાણીએ છીએ. જમીની હુમલા જલદી જ શરૂ થશે”. આ પહેલાં સમુદ્રી હુમલાઓમાં ૨૦થી વધુ ડ્રગ બોટ પર હુમલા કરી ૮૦થી વધુ લોકો માર્યા ગયા છે.​

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ટ્રમ્પની ચેતવણી પર પ્રતિક્રિયા આપીને કહ્યું કે, અમે હજારો ટન કોકેન અટકાવી છે અને આપણી સાર્વભૌમત્વને ધમકી ન આપો. વેનેઝુએલાના માદુરો પર પણ આરોપો લગાવીને ટ્રમ્પે તેમના વિમાનમાંડળને બંધ કર્યાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કાર્ટેલને આતંકવાદી સંગઠન જાહેર કરીને કહ્યું કે, આ “અસંગઠિત યુદ્ધ” છે.​

 અત્રે ઉલ્લેખનીય છે કે, નોર્વેજીયન નોબેલ કમિટીએ તારીખ 10 ઓક્ટોબર, 2025 વેનેઝુએલાના વિપક્ષી નેતા અને લોકશાહી કાર્યકર્તા મારિયા કોરીના માચાડોને વર્ષ ૨૦૨૫નો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી હતી. તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના તેમના અથાક સંઘર્ષ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

નોબેલ કમિટીએ માચાડોના સાહસ અને સંકલ્પની પ્રશંસા કરતા કહ્યું કે, સરમુખત્યારશાહી શાસન સામે લોકશાહી અને ન્યાયી, શાંતિપૂર્ણ સંક્રમણ માટેનો તેમનો સંઘર્ષ અસાધારણ છે. તેમના જીવનને ગંભીર ખતરો હોવા છતાં, તેઓ દેશમાં રહીને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો છે, જે લાખો લોકોને પ્રેરિત કરનારો છે. તેમને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.