સંસદમાં સંચાર સાથી એપ અને SIR મુદ્દે ઘમાસાણ: વિપક્ષ દ્વારા બંને ગૃહોમાં નારેબાજી
સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો
એસઆઈઆર અને વંદે માતરમ પર ચર્ચા કરવા માટેની તારીખ અને સમય નક્કી કરાયો
(એજન્સી)નવીદિલ્હી, દેશભરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમને લઈ સત્તાધારી એનડીએ અને વિરોધપક્ષ ઈન્ડિ. સામસામે આવી ગયા છે. ગઈકાલના હોબાળા બાદ આજે પણ સંસદના બંને ગૃહો શરૂ થતાં જ વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પરિણામે ગૃહની કામગીરી મુલતવી રાખવી પડી હતી. બીજી બાજુ, લોકસભાના અધ્યક્ષે આ મુદ્દે બેઠક બોલાવી હતી. જેમાં એસઆઈઆરના મુદ્દે સંસદમાં ૯ ડિસેમ્બરના રોજ ચર્ચા કરવામાં આવશે. અને તા.૧૦મીએ કેન્દ્રિય કાયદામંત્રી તેનો જવાબ આપશે.
સંસદમાં બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. એસઆઈઆર મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે.
આ સાથે સરકારના વલણને જોતા વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. વિપક્ષ દ્વારા લોકસભામાં હોબાળા વચ્ચે કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો હતો. આજે બીજા દિવસની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ એસઆઈઆર મુદ્દે દેખાવો કરીને ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
જોકે સંસદમાં કાર્યવાહી શરૂ થતા જ ફરી એકવાર હોબાળો શરૂ થઇ ગયો છે. એસઆઈઆર મુદ્દે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઈલમાં પ્રિ ઈન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બીચક્્યો છે. વિપક્ષે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
સરકારે સંસદના શિયાળુ સત્રમાં ચૂંટણી સુધારાઓ અથવા એસઆઈઆર પર ચર્ચા કરવાની વિપક્ષની માંગ સ્વીકારી છે. આ મુદ્દે ૯ ડિસેમ્બરે ચર્ચા થશે. ૮ ડિસેમ્બરે વંદે માતરમ પર ચર્ચા થશે. પીએમ મોદી વંદે માતરમ પર ચર્ચા શરૂ કરશે. બંને ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ૧૦ ડિસેમ્બરે ચૂંટણી સુધારાઓ પર ચર્ચાનો જવાબ આપશે. આ બે વિષયો રાજકીય ગરમાવો વધારવાની શક્યતા છે.
શાસક પક્ષ અને વિપક્ષ બંને ગૃહમાં આ મુદ્દા પર પોતાના મંતવ્યો મજબૂત રીતે રજૂ કરશે. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે વ્યાપાર સલાહકાર કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી સુધારાઓની ચર્ચા કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર આ વિષય પર ચર્ચા કરવા સંમત થઈ છે. ગૃહમાં વંદે માતરમ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. સોમવારે (૮ ડિસેમ્બર) સવારે ૧૧ વાગ્યે વંદે માતરમ પર ચર્ચા શરૂ થશે,
જ્યારે મંગળવાર (૯ ડિસેમ્બર) અને બુધવાર (૧૦ ડિસેમ્બર) ચૂંટણી સુધારા પર ચર્ચા થશે. દરેક ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બુધવાર, ૧૦ ડિસેમ્બરે આ બાબતે જવાબ આપશે. સંસદના શિયાળુ સત્રના પ્રારંભથી અર્થાત છેલ્લા બે દિવસથી એસઆઈઆર મુદ્દા પર ગૃહમાં ભારે હોબાળો જોવા મળ્યો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર એસઆઈઆર મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે,
જોકે તેમણે સમય મર્યાદા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. વિરોધ પક્ષોએ માંગ કરી હતી કે એસઆઈઆર પર ચર્ચાને અન્ય કામકાજ કરતાં પ્રાથમિકતા આપવામાં આવે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ઝ્રૈઁં(સ્) ના નેતાઓ મંગળવારે રિજિજુને મળ્યા અને એસઆઈઆર પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી. તેમણે માંગ કરી કે સરકાર ગૃહમાં ચૂંટણી સુધારા પર ચર્ચા માટે સમય જાહેર કરે.
