Western Times News

Gujarati News

PMO હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે: તમામ રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ કરાયુ

(એજન્સી)નવી દિલ્હી, પીએમઓ ટૂંક સમયમાં સાઉથ બ્લોક ખાતેની તેની જૂની ઓફિસમાંથી નીકળીને નવા ‘સેવા તીર્થ’ કોમ્પ્લેક્સમાં શિફ્ટ થશે. દાયકાઓ પછી આ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. નવું પીએમઓ ‘સેવા તીર્થ-૧’ માંથી કામગીરી શરૂ કરશે, જે એÂક્ઝક્્યુટિવ એન્ક્‌લેવ-૧માં બનેલી ત્રણ નવી બિÂલ્ડંગમાંથી એક છે.
આ જ કોમ્પ્લેક્સમાં આવેલી ‘સેવા તીર્થ-૨’ અને ‘સેવા તીર્થ-૩’ ઇમારતોમાં કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ની ઓફિસ હશે.

આ શિÂફ્ટંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ૧૪ આૅક્ટોબરના રોજ કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથને ચીફ આૅફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે ‘સેવા તીર્થ-૨’માં એક મહત્ત્વની બેઠક પણ કરી હતી. આ નવું કોમ્પ્લેક્સ સરકારી કામકાજને વધુ ઝડપી બનાવશે અને ભારત સરકારની કાર્ય કરવાની રીતમાં એક નવો અધ્યાય લખશે.

આ ફેરફારોની શરૂઆત ૨૦૧૬માં થઈ હતી, જ્યારે પીએમ મોદીએ પોતાના રહેઠાણનું નામ ૭-રેસ કોર્સ રોડ થી બદલીને ૭-લોક કલ્યાણ માર્ગ કર્યું હતું. ત્યાર બાદ ૨૦૨૨માં રાજ પથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવાયું હતું.

ભારતના વહીવટી તંત્રના મુખ્ય કેન્દ્રમાં હવે સેન્ટ્રલ સેક્રેટરિયેટને બદલે કર્તવ્ય ભવન છે. સરકાર આ ફેરફારને માત્ર નામ બદલવા કે છબી સુધારવા તરીકે જોતી નથી, પરંતુ તેને શાસન(ગવર્નન્સ)ની વિચારસરણીમાં આવેલા મોટા પરિવર્તનનું પ્રતીક માને છે. આ બદલાવનો હેતુ એ છે કે હવે સરકારી કામકાજમાં સત્તા, નિયંત્રણ અને અંતરના જૂના સંકેતોને દૂર કરવામાં આવે અને તેના સ્થાને સેવા, કર્તવ્ય અને જવાબદેહીના મૂલ્યોને કેન્દ્રસ્થાને લાવવામાં આવે.

ટૂંકમાં, સરકારનો ધ્યેય વહીવટી તંત્રને વધુ લોકો-કેન્દ્રિત અને જવાબદાર બનાવવાનો છે.- નવું ‘સેવા તીર્થ’ કોમ્પ્લેક્સ વાયુ ભવન પાસેના એÂક્ઝક્્યુટિવ એન્ક્‌લેવ-૧ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્સમાં ત્રણ ભવ્ય બિÂલ્ડંગનો સમાવેશ થાય છે.

આ ત્રણમાંથી, ‘સેવા તીર્થ-૧’ નામની પહેલી બિÂલ્ડંગ દાયકાઓ પછી સાઉથ બ્લોકથી સ્થળાંતર કરીને પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સરનામું બનશે. આ કોમ્પ્લેક્સની અન્ય બે બિÂલ્ડંગ, ‘સેવા તીર્થ-૨’ અને ‘સેવા તીર્થ-૩’ પણ મહત્ત્વપૂર્ણ છે. સરકારના મોટા નિર્ણયો લેવાની જગ્યા, કેબિનેટ સચિવાલયની ઓફિસ ‘સેવા તીર્થ-૨’માં સ્થિત હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.