Western Times News

Gujarati News

અમદાવાદમાં હવાના પ્રદૂષણથી દર વર્ષે રપ૦૦ના મરણ

AI Image

AMC દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એર પોલ્યુશનના નામે રૂ.પ૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય છે.

દેશના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં અમદાવાદ પણ સામેલ: એર પોલ્યુશન દેશના જીડીપી ઉપર પણ અસર કરે છે: અહેવાલ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર ધીમે ધીમે ગેસ ચેમ્બર બની રહયું છે. દિલ્હીની જેમ અહીં પણ હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહયો છે. લાલસેટના રિપોર્ટ મુજબ શહેરના સૌથી વધુ હવા પ્રદુષિત શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે જે બાબત ખૂબ જ ચિંતાજનક છે તેનાથી પણ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં દર વર્ષે રપ૦૦ જેટલા લોકોના મરણ માત્ર હવા ના પ્રદુષણથી થઈ રહયા છે. આ આંકડા ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક માનવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એર પોલ્યુશનના નામે રૂ.પ૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય છે. જો આવી ને આવી જ પરિસ્થિતિ રહી તો અમદાવાદને બીજુ દિલ્હી બનતા કોઈ જ રોકી શકશે નહી.

અમદાવાદ શહેરમાં હવાનું પ્રદુષણ ભયજનક સ્થિતિએ પહોંચી રહયું છે. ખાસ કરીને ચાંદખેડા, ગ્યાસપુર, રખિયાલ, રાયખડ સહિતના વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્ષ ભયજનક સ્તરને પણ વટાવી ગયો છે. આ વિસ્તારોમાં હવામાં પી.એમ.ર.પ છે. આ અત્યંત બારીક રજકણ છે જે નરી આંખે દેખાતા નથી અને શ્વાસ માટે શરીરમાંથી સીધા ફેફસાને અસર કરે છે. જેના કારણે ફેફસા નબળા પડે છે અને મૃત્યુ સ્થિતિનું નિર્માણ પણ થાય છે.

એક રિપોર્ટ અનુસાર હવાનું પ્રદુષણ કોરોના કરતા પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સતત વધી રહેલ ટીબી ના દર્દીઓની સંખ્યા માટે પણ એર પોલ્યુશન જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

દર વર્ષે વિશ્વભરમાં આશરે ૯ મિલિયન લોકોના અસમયે મૃત્યુ માત્ર પ્રદૂષણના કારણે થાય છે. એટલે કે… દુનિયામાં દર છઠ્ઠો માણસ પ્રદૂષિત હવા, પાણી અથવા જમીનના કારણે જીવ ગુમાવે છે. ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૯માં માત્ર હવા પ્રદૂષણના કારણે ૧૬ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. ઉૐર્ં મુજબ, ભારતના કોઈપણ શહેરમાં હવાની ગુણવત્તા તેમની સલાહીત મર્યાદા સુધી પહોંચતી નથી.

અમદાવાદમાં, ઁસ્ ૨.૫નું સ્તર ૩૫ થી ૬૦ µખ્ત/દ્બ³ સુધી પહોંચે છે — જે ઉૐર્ં મર્યાદા કરતાં દસ ગણું વધારે છે. અભ્યાસ મુજબ, દર વર્ષે લગભગ ૨,૪૯૫ લોકો અમદાવાદમાં હવા પ્રદૂષણથી જોડાયેલી બીમારીઓમાં મૃત્યુ પામે છે. હવા પ્રદૂષણ ફક્ત સ્વાસ્થ્ય માટે નહીં, પરંતુ અર્થતંત્ર માટે પણ મોટો ખતરો છે. ભારતમાં હવા પ્રદૂષણના કારણે દર વર્ષે ય્ડ્ઢઁ નો ૧ થી ૨ ટકા નુકસાન થાય છે.

ભારતમાં માત્ર હવા પ્રદૂષણ ના કારણે વર્ષ ૨૦૧૯ માં ૧૬.૭ લાખ લોકો ના મૃત્યુ થયા.
લાન્સેટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ ૨૦૧૯ માં માત્ર હવા પ્રદૂષણ ના કારણે ૧૬.૭ લાખ મૃત્યુઓ થયા હતા. દસ મોટા શહેરો – દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, પુણે, શિમલા અને વારાણસી માં આ મૃત્યુ આંક સૌથી વધુ છે.

ICMR-Lancet અભ્યાસ મુજબ, ભારતમાં કુલ હવા-પ્રદૂષણ સંબંધિત મૃત્યુમાં:
37 % – હૃદય રોગ (CVD)
27 % – ફેફસા રોગ (COPD)
16 % – સ્ટ્રોક
10 % – કેન્સર અને અન્ય બીમારીઓ
ભારતમાં માત્ર હવા પ્રદૂષણ ના કારણે વર્ષ ૨૦૧૯ માં ૧૬.૭ લાખ લોકો ના મૃત્યુ થયા. કોઈ પણ શહેર માં WHO ની PM 2.5 મર્યાદા (5 µg/m³) થી નીચે સ્તર નથી.
આ મૃત્યુ મુખ્ય રૂપે હૃદય રોગ, શ્વાસ રોગ, કેન્સર અને સ્ટ્રોક સાથે સંબંધિત છે. દર વર્ષે વિશ્વ ભરમાં લગભગ ૯ મિલિયન લોકો ના મૃત્યુ માત્ર હવા, પાણી અને જમીન ના પ્રદૂષણ થી થઈ રહ્યા છે. આ મોટેભાગે હૃદય રોગ, શ્વાસ રોગ અને કેન્સર સંબંધિત મૃત્યુ છે.આ આંકડો યુદ્ધો અથવા મહામારી થી પણ વધુ છે.
લાન્સેટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ ૨૦૧૯ માં માત્ર હવા પ્રદૂષણ ના કારણે ૧૬.૭ લાખ મૃત્યુઓ થયા હતા. દસ મોટા શહેરો – દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, પુણે, શિમલા અને વારાણસી માં આ મૃત્યુ આંક સૌથી વધુ છે. WHO મુજબ, ભારત ના કોઈ પણ શહેર માં PM 2.5 નો સ્તર તેમની મર્યાદા (5 µg/m³) ની અંદર નથી.
અમદાવાદ માં PM 2.5 સ્તર 35 થી 60 µg/m³ સુધી પહોંચે છે – જે WHO ની મર્યાદા થી ૧૦ ગણા વધુ છે. શહેર માં દર વર્ષે લગભગ ૨,૪૯૫ લોકો નો મૃત્યુ હવા પ્રદૂષણ સંબંધિત બિમારીઓ થી થતો હોય એવું અંદાજ છે. મુખ્ય કારણો છે – ઉદ્યોગ નો ધુમાડો, વાહન ઉપજાત ગેસ, અને નાગરિક સ્તરે બળતર સંબંધિત કચરો. પ્રદૂષણ માત્ર સ્વાસ્થ્ય નહીં, અર્થતંત્ર ને પણ મોંઘું પડે છે. ભારત ની GDP નો અંદાજે ૧ થી ૨ ટકા દર વર્ષે હવા પ્રદૂષણ ના કારણે નુકસાન થઈ રહ્યો છે. આ બીમારીઓ ની ચિકિત્સા ખર્ચ અને ઉત્પાદકતા માં ઘટાડા રૂપે જોઆ મળે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.