Western Times News

Gujarati News

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપે ભારતમાં સુલભ કાર્યને આગળ વધારવા માટે આસિસ્ટિવ ટેક કોન્ફરન્સનું આયોજન કર્યું

અમદાવાદ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપે તેની સૌપ્રથમ આસિસ્ટિવ ટેક કોન્ફરન્સ 2025નું આયોજન કર્યું હતું,  જેમાં સંશોધકો, કોર્પોરેટ્સ, સંશોધકો,  દિવ્યાંગોના અધિકારો માટે કાર્ય કરતા પ્રતિનિધિઓ અને રમતવીરો એક મંચ પર એકત્ર થયાં હતાં.

આ આયોજનનો હેતુ, કામના સ્થળોએ સુલભતા અને સમાવેશકતામાં પરિવર્તન લાવવામાં ટેક્નોલોજી કેવી રીતે ઉપયોગી નિવડી શકે તેની પુનઃકલ્પના કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિનની ઉજવણી કરવાની સાથે જ આ કોન્ફરન્સે, સમાનતા આધારિત કાર્યસ્થળો તરફની ભારતની યાત્રાને આગળ ધપાવી શકે તેવા નવા વિચારો અને ભાગીદારી માટે સહયોગી પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી.

ગોદરેજ ડીઇઆઈ લેબના વડા અને ક્વીરિસ્તાનના લેખક પરમેશ શહાનીએ જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સ એક સરળ સત્યની પુષ્ટિ કરે છે: આપણે જ્યારે સંવેદના સાથે નિર્માણ કરીએ, ઉદ્દેશ્ય સાથે સહયોગ કરીએ અને સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે નવીનતા લાવીએ, ત્યારે આપણે એવી દુનિયાનું નિર્માણ કરીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ વિકાસ કરી શકે છે.

સાધનોના સમૂહ ઉપરાંત, સહાયક ટેકનોલોજી એ પ્રતિનિધિત્વ, ગૌરવ અને તકનો માર્ગ પણ છે. આપણે આજે જે દર્શાવ્યું તે શરૂઆત માત્ર છે. ભારતમાં સુલભ કાર્યનું ભવિષ્ય નિખાલસતા, કલ્પના અને આપણે જે પ્રણાલીઓને હળવાશથી લઈએ છીએ તેના પર પુનર્વિચાર કરવાની હિંમતથી શક્ય બનશે.”

કોન્ફરન્સમાં ઈન્ક્લુઝિવ ટેકમાં નિપુણતા ધરાવતા 12 સ્ટાર્ટ-અપ્સ દર્શાવવામાં આવ્યા હતા. કેટલાંકે એક્સેસ ફોર ઓલ, NCPEDP અને આસિસટેક ફાઉન્ડેશન સહિત અન્ય લોકોની પ્રગતિશીલ સહાયક ટેક્નોલીજી દર્શાવતા દિવસભરના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે તેમની પોતાની એપ્લિકેશન ધીસએબલમી ઇકો લોન્ચ કરી છે, જે પ્રારંભિક તબક્કામાં કર્મચારીઓ માટે ઇન-હાઉસ ઉપલબ્ધ થશે. ધીસએબલમી ઇકો સાંકેતિક ભાષા અને વાતચીતના સારાંશ દ્વારા સંદેશાવ્યવહારને શક્ય બનાવે છે.

આ ઉપરાંત, ગોદરેજની આઈટી ટીમ, ગોદરેજ AI લેબ, ગોદરેજ ગુડ એન્ડ ગ્રીને AI-આધારિત સંચાર સાધનો અને સમાવિષ્ટ ડિજિટલ ઇન્ટરફેસથી લઈને દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સ્પર્શેન્દ્રિય શિક્ષણ સહાય સુધીની ઇન-હાઉસ નવીનતાઓ પ્રદર્શિત કરી હતી.

ત્યારબાદ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે અને એટીપિકલ એડવાન્ટેજ દ્વારા એમ્પ્લોયએબિલિટી ટૂલકિટ લોન્ચ કરવામાં આવી હતી જેથી કંપનીઓને તેમના કાર્યોને વધુ સમાવિષ્ટ બનાવવામાં મદદ મળી શકે. બપોરના એમ્પ્લોયએબિલિટી ઇન મેન્યુફેક્ચરિંગ સમિટમાં, મેન્યુફેક્ચરિંગ અને એફએમસીજી ક્ષેત્રના પ્રતિનિધિઓએ, કેવી રીતે સમાવેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા કૌશલ્ય માર્ગો અને પ્રગતિશીલ નેતૃત્વ દ્વારા ફેક્ટરીઓને વધુ સુલભ, તક-સમૃદ્ધ વાતાવરણમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે તે દર્શાવ્યું હતું.

ગોદરેજ કેપિટલ અને ગોદરેજ ડીઇઆઇ લેબ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘ઇન્ડિયાઝ એક્સેસિબલ ફ્યુચર્સ’ પર આકર્ષક ચર્ચા સાથે દિવસનું સમાપન થયું હતું, જેમાં ન્યુરોક્વિયર નૃવંશશાસ્ત્રી પારસ અરોરા અને પેરા-બેડમિન્ટન ચેમ્પિયન માનસી જોશી, એનસીપીઇડીપીના ડિરેક્ટર અરમાન અલી, આસિસટેક ફાઉન્ડેશનના ચાહત દુબે અને આઇઆઇએમ બેંગ્લોરના પ્રોફેસર મુક્તા કુલકર્ણી સાથે રચનાત્મક સંવદ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે સહાયક ટેક્નોલોજી, ડિઝાઇન થિન્કિંગ અને વપરાશકર્તાની આગેવાની હેઠળની નવીનતા સુલભતાને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છે અને કર્મચારીઓની ભાગીદારીને વિસ્તૃત કરી રહ્યા છે તે વિશે પેનલે વાત કરી હતી અને સમગ્ર દેશમાં મુખ્ય પ્રવાહની સહાયક ટેક્નોલોજીને વધુ પરવડે તેવી ક્ષમતા, સહયોગ અને નીતિગત સમર્થન માટે હાકલ કરી હતી.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ વધુ સમાવેશક કાર્યબળના નિર્માણમાં મદદ કરવાની મહત્વકાંક્ષા ધરાવે છેજ્યાં કોર્પોરેટ ઇન્ડિયામાં નવીનતાઉત્પાદકતા અને વૃદ્ધિ માટે સુલભતા અભિન્ન હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.