રશિયાના પુતિનની ભારત યાત્રા પહેલાં દિલ્હીમાં હાઈ સિક્યોરિટી એલર્ટ
નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોથી ડિસેમ્બરને ગુરુવારે ભારતની યાત્રાએ આવી રહ્યા છે. પુતિનની યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામં આવી છે. રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.
સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવી છે. દિલ્હીમાં હાઈ સિક્યોરિટી એલર્ટ છે અને મહત્વના સ્થળો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી છે.દિલ્હી પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્›પ(એસપીજી) અને કેન્દ્રીય એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
હોટલથી મીટિંગ સ્થળ સુધી મલ્ટી-લેયર સિક્યોરિટી રાખવામાં આવી છે. પુતિન વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક છે, અને તેમની ઉચ્ચસ્તરીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત અને રશિયા બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સાથી મળીને કામ કરી રહી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સત્તાવાર માહિતીમાં જણાવ્યું કે, પુતિનની ભારત યાત્રા દરમિયાન એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ એજન્ડામાં સામેલ છે.
તેમજ ફીફ્થ જનરેશનના ફાઇટર જેટ એસયુ-૫૭ પણ ડીલની ચર્ચા માટેના એજન્ડામાં સામેલ છે. રાષ્ટ્રપતિ પુતિનના આવવા અને જવાના તમામ પોઈન્ટ પર સ્નાઇપર્સ ગોઠવવામાં આવ્યા છે. તેમજ ડ્રોન દ્વારા દેખરેખ રખાશે. ટેન્કિકલ ટીમો દરેક સિગ્નલ, કોમ્યુનિકેશન અને નેટવર્ક પર વોચ રાખશે. દિલ્હી પોલીસના કંટ્રોલ રુમમાં ૨૪×૭ એક અલગ મોનિટરિંગ ડેસ્ક બનાવવામાં આવી છે.
પુતિનની સુરક્ષા સંભાળતી રશિયાની સ્પેશિયલ પ્રોટેક્શ ટીમ કેટલાય દિવસો પહેલા ગુપ્ત રીતે દિલ્હી આવી ચૂકી છે. આ ટીમ એરપોર્ટ, મીટિંગ સ્થળ અને આખા રુટનું સૂક્ષ્મ તપાસ કરી રહી છે. કોણ કયા કેમેરામાં આવશે, કઈ લિફ્ટનો ઉપયોગ થશે, કયા દરવાજાથી એન્ટ્રી થશે અને કયા દરવાજાથી એક્ઝિટ થશે – આ તમામ બાબતો મિનિટ-ટુ-મિનિટ નક્કી કરાઈ છે.
રશિયન સુરક્ષા અધિકારીઓની ટીમ હોટલ, એરપોર્ટ અને મીટિંગ સ્થળની તપાસ કરી રહી છે.પુતિન જ્યાં પણ જાય છે, ત્યાં તેમની સાથે એક મોબાઇલ કેમિકલ લેબોરેટરી પણ રાખવામાં આવે છે, જે તેમના ખાવા-પીવાની ચીજવસ્તુઓનું ટેસ્ટિંગ કરે છે. એટલા માટે પુતિન લોકલ ભોજન જમતા નથી અને ગમે ત્યાંથી પાણી પણ પીતા નથી. બધુ જ રશિયાથી તૈયાર થઈને આવે છે અને કેટલાય સ્તરના ટેસ્ટિંગ પછી તેમને પીરસવામાં આવે છે.
રાષ્ટ્રપતિ પુતિનની યાત્રા દરમિયાન પર્સનલ પોર્ટેબલ ટોયલેટ સાથે હોય છે, જેનો હેતુ તેમની હેલ્થ, મેડિકલ ડેટા અને ખાનગી માહિતીને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાનો છે. એ ટોયલેટ તેમની કારથી લઈને હોટેલ સુધી – દરેક જગ્યાએ સાથે હોય છે.SS1MS
