અવતારઃ ફાયર એન્ડ એશમાં જોડાઈ એક નવી નાવી ‘ટુક’
મુંબઈ, જેમ્સ કેમેરુનના અવતાર યુનિવર્સનો હિરો જેક સલી છે. પરંતુ તેની સિક્વલમાં તેનો પરિવાર પણ લોકોને ઘણો પસંદ પડ્યો. તેમાં પણ સલી પરિવારની સૌથી નાની સભ્ય ટુક બહુ જલ્દી લોકોનું ગમતું પાત્ર બની ગઈ છે. ત્યારે જેમ્સ કેમેરુને હવે આ પાત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, તે અંગે વાત કરી છે.
આ પાત્ર ટ્રિનિટી બ્લિસ દ્વારા નિભાવવામાં આવ્યું છે, કેમેરુને આ અંગે કહ્યું, “ટ્રિનિટી બહુ પ્રતિભાશાળી છે, ડર, આતંક, ગુસ્સો, તોછડાઈ, રમુજ, હસવું, મજા બધા જ ભાવ તે આસાનીથી પકડી શકે છે. એ બધાં જ ભાવ તેનામાં પ્રમાણિક અને સહજ દેખાય છે. એ મજબુત અને ઉત્સાહી પણ છે. અમને એ ગમે છે.
અમે ટુકને નર્કમાં જતી જોઈએ છીએ. તે જેવા સાથે તેવામાં માને છે. જેવો તેનો સામનો ખરાબ લોકો સાથે થાય છે, તે એને અસલ વિકરાળ નાવી સ્વરુપ બતાવે છે. પણ તમે એને જુઓ અને તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે.”
જ્યારે ટ્રિનિટીએ કહ્યું, “ટુકમાં બહુ જ ઉત્સુકતા છે અને તે તોફાની પણ છે, એ થોડી વ્હાલી નાવી છે. ક્યારેક તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, કારણ કે એને એના ભાઈ બહેનનો પીછો કરવો ગમે છે.”આ ફિલ્મ ૧૯ ડિસેમ્બરે રિલીઝ થાય છે અને ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમમાં પણ જોવા મળશે.SS1MS
