સિદ્ધાંત ચતુર્વેદીનો વી શાંતારામ લૂક લોન્ચ, ફિલ્મમાં તમન્ના પણ જોડાઈ
મુંબઈ, ભારતીય સિનેમાના પિતા મનાતા વી.શાંતારામની બાયોપિક પર કામ શરૂ થયું છે, જેમાં યુવા કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી શાંતારામનો રોલ કરશે, એવી ચર્ચા હતી. હવે સિદ્ધાંતનો આ ફિલ્મ માટેનો લૂક જાહેર થયો છે. સિદ્ધાંતે અને ફિલ્મના બેનર બંનેએ આ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે છે.
આ ફોટોમાં સિદ્ધાંત એક જૂનવાણી દેખાવમાં જોવા મળે છે, જેમાં તેણે ખાદીનો ઝભ્ભો, ધોતી અને કાળો કોટ તેમજ માથે ભારતીય ગાંધી ટોપી પહેરી છે. તેની એક બાજુ મોટો જુનવાણી ફિલ્મ કેમેરા પડ્યો છે અને તેની ઉપર એક મોટું ગરુડ જોવા મળે છે, જેણે પાંખો ફેલાવેલી છે અને આકાશમાં પણ વાદળો ફેલાયેલા છે, તેનાથી આ તસવીર ભવ્ય અને સિનેમેટિક લાગે છે.
તેણે કૅપ્શનમાં લખ્યું છે, “એક એવા બળવાખોર જેણે ભારતીય સિનેમાને નવી વ્યાખ્યા આપી, તેઓ જ્યાં સ્થાન ધરાવે છે, ત્યાં પાછા ફરે છે- મોટા પડદે.”સિનેમાના સ્વપ્નદૃષ્ટા અને વિશેષ વાર્તાઓ સાથે ફિલ્મ બનાવનારા વી શાંતારામના રંગીન જીવન પર આ ફિલ્મ બની રહી છે, જેમાં મુંગી ફિલ્મના જમાનાથી વી.શાંતારામની સફરથી લઇને સમયાંતરે બોલતી ફિલ્મ આવી, રંગીન ફિલ્મ આવી અને ભારતીય સિનેમાના ઇતિહાસના દસ્તાવેજ સમાન બાયોપિક બની છે.
આ અંગે સિદ્ધાંતે લખ્યું હતું, “વી.શાંતારામજીનું પાત્ર કરવું એ મારા જીવનનું સૌથી મોટું સદ્દભાગ્ય છે. તેમનું જીવન મને ઉંડાણપૂર્વક સ્પર્ષી ગયું છે અને મને સાતત્યની શક્તિ સમજાવી છે. એમાંથી મળેલી શીખ મારા દિલની નજીક છે, કામની દૃષ્ટિએ અને જીવનની દરેક ક્ષણ મને યાદ રહેશે.”
ચિત્રપતિ વી.શાંતારામ ફિલ્મમાં લીડ રોલમાં સિદ્ધાંત સાથે તમન્ના ભાટીયા પણ જોડાઈ છે. આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, તમન્ના માત્ર કોઈ સામાન્ય રોલ માટે પણ શાંતારામના જીવનને આકાર આપનાર વ્યક્તિના એક મહત્વના રોલમાં જોલા મળશે.
“સિદ્ધાંત ચતુર્વેદીની જેમ તમન્ના પણ એક વાસ્તવિક પાત્રમાં જોવા મળશે અને વધુમાં, એ રોલ ફિલ્મમાં ઘણો મહત્વનો છે. આ રોલ પડકારજનક છે અને દર્શકોને તમન્નાનું નવું સ્વરુપ જોવા મળશે, તેથી એ પણ આ રોલ માટે ઘણી ખુશ છે અને ઉત્સાહમાં છે.”SS1MS
