પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની ‘જી લે ઝરા’ ટૂંક સમયમાં શરૂ થશે
મુંબઈ, જ્યારથી રિતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલની ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ આવી ત્યારથી આ ફિલ્મનું એક ઓલ ફિમેલ વર્ઝન બને તેની ચર્ચા અને માગણી ચાલતી હતી. ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે ઘણા વખત પહેલાં આ ફિલ્મની જાહેરાત પણ કરી હતી પરંતુ પછી એક પછી એક સંજોગો અને પ્રિયંકા પછી યૂએસ શિફ્ટ થઈ ગઈ હોવાથી આ ફિલ્મ મુશ્કેલ બની ગઈ હતી.
ત્યારે આખરે હવે ફરહાન અખ્તરની એક પછી એક ફિલ્મ લાઇન પર આવી રહી છે, પહેલાં તેણે ડોનનું કામ શરુ કરવાની જાહેરાત કરી અને હવે તેણે આ ફિલ્મ વિશે પણ અપડેટ આપી છે. ૨૦૨૧માં ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે તે ‘જી લે ઝરા’ નામની ફિલ્મ બનાવશે, સૌથી મહત્વની વાત, આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કૈટરિના કૈફ એમ ત્રણ મોટી એક્ટ્રેસ લીડ રોલમાં હશે, જેઓ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર છે.
આ અંગે એક વખત પ્રિયંકાએ ખુલાસો કરતાં કહ્યું હતું, “થોડું પાછા વળીને યાદ કરીએ, નવેમ્બર ૨૦૧૯માં મુંબઇમાં એક અસમાન્ય વરસાદી રાત્રે હું બહુ જલ્દી કોઈ હિન્દી ફિલ્મ કરવા માગતી હતી. પરંતુ એ યોગ્ય હોવી જોઈએ – અલગ, મજા પડે એવી અને મેં ક્યારેય ન કરી હોય એવી હોવી જોઈએ. મેં વિચાર્યું. આ વિચાર એક ફિલ્મમાં પરિણમ્યો, જેમાં બધી જ હિરોઇન લીડ રોલમાં હોય. એવી બહુ ઓછી હિન્દી ફિલ્મ હોય છે, જેમાં બધી જ હિરોઇન લીડ રોલમાં હોય. તેથી મેં ઉત્સાહમાં આવીને પોન કરી દીધો..મારી બે ખરી દોસ્તને..તેમની સાથે આ વિચાર પર વાત કરી જેમાં ૩ બેહનપણીઓની ફિલ્મની વાત કરી.
જાણે મૈત્રીની ઉજવણી હોય એવી ફિલ્મ!” પરંતુ આ ફિલ્મ ક્યારેય બની જ નહીં કારણ કે ત્રણેયની તારીખોનો મેળ બેસતો નહોતો. પરંતુ હવે ચાર વર્ષ પછી ફરહાને કહ્યું છે કે આ ‘જી લે ઝરા’ બની રહી છે.ફરહાનની ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ થોડાં વખત પહેલાં રિલીઝ થઈ છે, અને તેના પ્રમોશન માટે ફરહાનના ઘણા ડિજીટલ પ્લેટફર્મ પર ઇન્ટરવ્યુ થયા છે. તેમાંથી એક યુટ્યુબ ઇન્ટરન્યુમાં ફરહાને જણાવ્યું કે કઈ રીતે આ ફિલ્મ પાછી ઠેલાતી ગઈ અને હવે તેનું શું આયોજન છે.
તે આ ફિલ્મ પર ધ્યાન આપવા માગતો હતો, તેથી તેણે આગળ કેટલીક ફિલ્મમાં એક્ટિંગની ઓફર પણ ઠુકરાવી હતી. કારણ કે તેના માટે પ્રિયંકા, આલિયા અને કેટરિનાને ડિરેક્ટ કરવાનું વધુ મહત્વનું હતું. તેના માટે આ સમય ઘણો સ્ટ્રેસફુલ હતો, પરંતુ તે આ ફિલ્મને છોડીને આગળ વધી જવા માગતો નહોતો. ફરહાનની આ વાતથી ફિલ્મની આતુરતાથી રાહ જોતા લોકોને આશા જાગી.
ત્યારે ફરહાને કહ્યું, “જો ઇમાનદારીથી કહું તો, આ કલાકારોની તારીખો લેવાનું કામ અતિશય પીડાદાયક થઈ ગયું હતું. પરંતુ હવે અમે બધું સેટ કરી દીધું છે. અમે ટૂંક સમયમાં શરૂ કરીશું.”અનેક ચર્ચાઓ અને અફવાઓ પછી હવે આખરે આ ફિલ્મ પર કામ શરૂ થયું છે. એવી પણ ચર્ચા હતી કે પ્રિયંકાએ દિકરી માલતી મેરીને જન્મ આપ્યા પછી તેણે આ ફિલ્મ છોડી દીધી અને તેના બદલે અનુષ્કાને આ ફિલ્મમાં લેવાશે. એને સાઇન કરી ત્યાં કેટરિનાએ ફિલ્મ છોડી દીધી.
પરંતુ હવે આખરે પહેલી અને ઓરિજિનલ કાસ્ટ સાથે જ ફિલ્મ બની રહી છે. પ્રિયંકા પછી કેટરિના અને આલિયા પણ માતા બની ચૂક્યાં છે. સ્થિતિ ઘણી બદલાઈ છે, તેમ છતાં આ ફિલ્મની એટલી જ આતુરતા સાથે રાહ જોવાઈ રહી છે. હાલ તો ફરહાન ડોન ૩ની તૈયારીમાં છે, તો બની શકે કે આ ફિલ્મ રિલીઝ થાય પછી તે જી લે ઝરાનું કામ શરૂ કરે.SS1MS
