રણબીર સામે ચાલીને પાપારાઝીઓને બોલાવતો હોવાનો ઘટસ્ફોટ
મુંબઈ, મુંબઈમાં ફિલ્મ કલાકારો એરપોર્ટ, કોઈ સ્ટુડિયો કે નિર્માતાની ઓફિસ આસપાસ કે પછી કોઈ રેસ્ટોરાં બહાર પાપારાઝીઓને અનાયાસે મળતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેવા માટે કલાકારો સામે ચાલીને આ પાપારાઝીઓને પોતાના લોકેશન તથા ગતિવિધિની જાણ કરતા હોય છે. રણબીર કપૂર પણ પબ્લિસિટી માટે આ ટ્રીક અજમાવતો હોવાનું ખુલ્લું પડી ગયું છે.
તાજેતરમાં રણબીર ફિલ્મ સર્જક સંજય લીલા ભણશાળીની ઓફિસે પહોંચ્યો તો તેના ફોટા પાડવાનો પ્રયાસ કરી રહેલા પાપારાઝીઓને સિક્યુરિટી ગાર્ડે અટકાવ્યા હતા. આ સમયે ઉકળી ઉઠેલા પાપારાઝીઓએ કહ્યું હતું કે અમે જાતે અહીં આવ્યા નથી પરંતુ રણબીરની ટીમ તરફથી બોલાવાયા છે.
તેમણે ગાર્ડને રણબીરની ટીમ તરફથી મળેલા મેસેજ પણ દેખાડયા હતા. આ ઘટનાક્રમથી ભોઠાં પડેલા રણબીરે બાદમાં ગાડીમાંથી ઉતરીને પાપારાઝીઓ સમક્ષ પોઝ આપ્યો હતો. હજુ તાજેતરમાં જ કરીના કપૂરે એવી બડાશ હાંકી હતી કે કપૂર ખાનદાનના કોઈ કલાકારોને પાપારાઝીઓની ગરજ નથી.
અમે સામે ચાલીને અમારાં લોકેશન્સ તેમને જણાવતા નથી. પરંતુ, આ ઘટના બાદ તેમનો દંભ ખુલ્લો પડી ગયો છે. રણબીર પણ અન્ય કલાકારોની જેમ સામે ચાલીને પાપારાઝીઓને પોતાના ફોટા માટે બોલાવતો હોવાનું પુરવાર થઈ ગયું છે.SS1MS
