ભાડા કરારથી મિલકતનો કબજો લેનાર ભાડુત કયારેય તે મિલકતનો માલિક ન બની શકેઃ સુપ્રીમ
દાયકાઓ જુના જયોતિ શર્મા વિરૂધ્ધ વિષ્ણુ ગોયલના કેસમાં ચુકાદો
(એજન્સી)નવીદિલ્હી, સુપ્રીક કોર્ટે મકાનમાલીકોના અધિકારોને વધુ મજબુત બનાવતા સીમાચીહ્નરૂપ ચુકાદામાં ઠરાવ્યું છે કે માન્ય ભાડા કરાર હેઠળ મિલકતનો કબજો મેળવનાર ભાડુત પાછળથી મકાન માલીકની માલીકીને પડકારી શકશે નહી. અથવા પ્રતીકુળ કબજા દ્વારા માલીકીનો દાવો કરી શકે નહી. આ ચુકાદા દાયકાઓ જુના જયોતી શર્મા વિરૂધ્ધ વિષ્ણુ ગોયલના કેસમાં આપવામાં આવ્યો હતો.,
જે ૧૯પ૩નો ભાડા વિવાદ હતો. ટ્રાયલ કોર્ટ એપેલેટ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના તારણો ફગાવતાં જસ્ટીસ જે.કે. મહેશ્વરી અને જસ્ટીસ કે ચંદ્રને આ ચુકાદો આપ્યો હતો. આ કેસ ૧૯પ૩માં રામજી દાસના અને પછી તેમના વારસદારને સતત ચુકવાતું રહયું હતું. ૧૯પ૩ના રિલિન્કિવશમેનટ ડીડ અને ૧ર મે. ૧૯૯૯ના રોજના વસીયતનામા બાદ દુકાનની માલીકી રામજી દાસની પુત્રવધુ જયોતી શર્માને સોપવામાં આવી હતી.
જેમણે તેમના પરીવારનો મીઠાઈનો બિઝનેસ વિસ્તારવા માટે દુકાન ખાલી કરાવવાની માંગ કરી હતી. હાલના ભાડુતો કે જેઓ મુળ ભાડુઆતના પુત્રો છે. તેમણે આરોપી લગાવ્યો હતો. કે દુકાન રામજી દાસના કાકા સુઆ લાલની છે.
અને રામજી દાસનું વસીયતનામું બોગસ છે. સુપ્રીમ કોર્ટે આ દાવો ફગાવતાં નીચલી અદાલતોના તારણોને પુરાવા વગરના અને વાહીયાત ગણાવ્યા હતા. કોર્ટે રામજી દાસની તરફેણમાં ૧૯પ૩ના રીલીન્કિવશમેનટ ડીડનો ઉલ્લેખ કરતાં નોધ્યું હતું. કે ભાડુઆતે માન્ય રેન્ટ ડીડ હેઠળ જે-તે સ્થાવર મિલકતનો કબજો મેળવીને ભાડુ ચુકવીને મકાનમાલીકનું ટાઈટલ સ્વીકાર્યા બાદ મકાનમાલીકના માલીકીહકને કયારેય પડકારી શકતો નથી. કોર્ટે ર૦૧૮ના પ્રોબેટને પણ સમર્થન આપ્યું,
વસીયતને માન્ય કરી અને વસીયત કરનારની પત્નીને તેની વાસ્તવીકતા પર પ્રશ્ન ઉઠાવવા માટે માન્ય આધાર નથી તરીકે બાકાત રાખવા અંગેની શંકાને ફગાવી દીધી ભાડુત તરીકેના લાંબા સમયગાળાના સ્વીકારતાં સુપ્રીમ કોર્ટે ભાડુતોને બાકી રકમ ચુકવવા અને કબજો સોપવાની શરતે ૬ મહીનામાં સમય આપ્યો હતો.
આ ચુકાદો સ્પષ્ટ કરે છે. કે ભાડા કરાર હેઠળનો કબજો પરવાનગી આપનારો છે. પ્રતીકુળ નથી અને ભાડુત દાવાઓની મર્યાદા નકકી કરતી વખતે ખાસ કરીને પ્રતીકુળ કબજાના કિસ્સામાં મકાનમાલીકોના અધિકારોને મજબુત બનાવે છે.
