છત્તીસગઢના બીજાપુરમાં 12 નક્સલીઓ સાથે અથડામણમાં ૩ સૈનિકો શહીદ
(એજન્સી)શ્રીનગર, ભારતને નક્સલીઓથી મુક્ત કરાવવા માટે સુરક્ષા દળોએ પોતાનું ઓપરેશન ચાલુ રાખ્યું છે. દંતેવાડા અને બીજાપુરની સરહદને જોડતા ભૈરમગઢ વિસ્તારના કેશકુતુલના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે, જેમાં પોલીસે ૧૨ માઓવાદીઓને ઠાર કર્યા છે. જોકે આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસ્તર આઈજી સુંદરરાજ પટ્ટિલિંગમે કહ્યું કે, દંતેવાડાથી નીકળેલી ટીમે બીજાપુરની સરહદના કેશકુતુલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે નક્સલીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. શહીદ થયેલા જવાનોમાં પ્રધાન આરક્ષક મોનુ વડાડી, આરક્ષક દુકારુ ગોંડે અને જવાન રમેશ સોડીનો સમાવેશ થાય છે. દંતેવાડા ડીઆઈજી કમલોચન કશ્યપે જણાવ્યું હતું કે છેલ્લા ૨ કલાકથી સૈનિકો અને નક્સલીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
અત્યાર સુધીમાં છ માઓવાદીના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટરમાં બે ડીઆરજી સૈનિકો પણ શહીદ થયા છે. બિજાપુરના ગંગાલુર વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની ધારણા છે. સૈનિકોએ મોટી સંખ્યામાં નક્સલીઓને ઘેરી લીધા છે.
એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. છેલ્લા ઘણા કલાકોથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પોલીસે ગંગાલુર વિસ્તારમાં નક્સલવાદીઓને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. સુરક્ષા દળોને બીજાપુરના ગંગાલુર વિસ્તારના જંગલોમાં નક્સલવાદી પ્રવૃત્તિ વિશે માહિતી મળ્યા બાદ ડ્ઢઇય્, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. જોકે સુરક્ષા કર્મચારીઓને જોઈને નક્સલીઓએ ગોળીબાર કર્યો. આ બાદ સુરક્ષા દળોએ નક્સલીઓ સામે વળતો જવાબ આપ્યો હતો.
