મુન્દ્રા નજીકથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો
પ્રતિકાત્મક
ભૂજ, દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે ૩ ફરાર છે, નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે છે ગોડાઉન અને રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલાયો હતો અને અનિલ પાંડે નામના વ્યક્તિએ મોકલ્યો હતો.
દારૂ પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠુંમર મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા,
તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી રેન્જ ભુજ ના પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા. તે દરમ્યાન પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા નાઓને સયુંક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુન્દ્રા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર ૩૩માં દરશડી ગામના અનિલસિંહ જાડેજા
તથા મહિપતસિંહ વાઘેલાનાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુંદરા ધ્રબ જી.આઈ.ડી.સી. ગોડાઉન નં.૩૩માં ઉતારવાની પેરવી કરી રહેલ છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા બે ઇસમો નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા ઉપર ચોખાનુ ભુસુ પેકીંગ કરેલ હાલતમાં રાખતા હતા. સદર રેઇડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુસાના બાચકા હતા. તેમજ કટીંગ કરીને જે વાહનમાં દારૂ ભરી લઈ જવાના હતા તે વાહનમાં પણ આવા ચોખાના ભુસાના બાચકા મળી આવેલ છે.
