Western Times News

Gujarati News

PM મોદીએ ભાજપના સાંસદોને આપ્યો ટાર્ગેટ

મોદીએ બંગાળના ભાજપના સાંસદો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી -પ્રધાનમંત્રીએ તેમના મતવિસ્તારોને લગતી પ્રવૃત્તિઓની ચર્ચા કરી અને તેમને જનતામાં વધુ સક્રિય રહેવાની સલાહ આપી હતી

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બંગાળના ભાજપના સાંસદો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં આગામી મહિનાઓ માટેની ચૂંટણી રણનીતિ અને તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. PM Modi met Bengal’s BJP MPs.

ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ સાંસદોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, હવે એકમાત્ર ઉદ્દેશ્ય બંગાળમાં જીત સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યમાં નોંધપાત્ર રીતે આગળ વધી છે, અને હવે આ લડાઈને મજબૂત અને ટકાવી રાખવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (SIR) પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે તેને એક જરૂરી અને સ્વાભાવિક “શુદ્ધિકરણ પ્રક્રિયા” ગણાવી, જેના પર કામ કરવું આવશ્યક છે.

Amit Shah held a separate meeting with Suvendu Adhikari.

આ બેઠકમાં, PM મોદીએ સાંસદોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે નિયમિત સંપર્ક જાળવવા, તેમની સમસ્યાઓ સમજવા અને તેમને યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી.

પીએમ મોદીએ સાંસદોને યાદ અપાવ્યું કે, ૨૦૨૬ ની ચૂંટણીઓ દૂર નથી, અને આ સમયે ધ્યાન ભંગ ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ પક્ષનું નામ લીધા વિના, તેમણે તેમને વિપક્ષના નિવેદનો પર પ્રતિક્રિયા આપવામાં ઊર્જા ન બગાડવાની સલાહ આપી હતી. તેમના મતે, બંગાળમાં ભાજપની સફર મુશ્કેલ રહી છે, પરંતુ ૨૦૧૧ માં ત્રણ ધારાસભ્યોથી આજની સ્થિતિમાં પહોંચવું એ પોતે જ એક લાંબી સફર અને મજબૂત પાયાની નિશાની છે. તેમણે કહ્યું કે, “આ યાત્રા અટકવી ન જોઈએ.”

તેમણે સાંસદોને તેમની મહેનત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે, “આપણે સખત મહેનત કરવી પડશે અને ખાતરી કરવી પડશે કે, આ વખતે બંગાળમાં આપણે જીતીશું.”

આ સાથે, સોશિયલ મીડિયાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવતા, તેમણે નિર્દેશ આપ્યો કે, કેન્દ્ર સરકારના કાર્ય અને સિદ્ધિઓ શક્્ય તેટલા વધુ લોકો સુધી ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી જનતા સ્પષ્ટપણે જોઈ શકે કે, સરકાર જમીની સ્તરે શું કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.