Western Times News

Gujarati News

ભીડનો લાભ લઈને દારૂના કેસનો આરોપી હોસ્પિટલમાંથી ભાગી ગયો

AI Image

સિવિલ હોસ્પિટલમાંથી ખેડા જિલ્લાનો દારૂના કેસનો આરોપી ફરાર

અમદાવાદ, અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા દરમિયાન બાંકડા પર પોલીસકર્મીઓએ બેસાડયો હતો. બાદમાં આરોપીને વોશરૂમ લઈ જતા હતા તે દરમિયાન ભીડનો લાભ લઈને આરોપી ભાગી ગયો હતો.

આ અંગે પોલીસકર્મીએ આરોપી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખેડા કેમ્પ પોલીસ હેડકવાટ્‌ર્સમાં રહેતા માલાભાઈ ભરવાડ ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. છેલ્લા ચાર વર્ષથી હેડ કવાટ્‌ર્સમાં કેદી જાપ્તામાં ફરજ બજાવે છે.

તાજેતરમાં કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપી પ્રતિક ડાભીને ઝડપીને જેલમાં મોકલ્યો હતો જેલમાં આરોપીની તબિયત લથડતા તેને સારવાર માટે અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ૩૦ નવેમ્બરે પોલીસકર્મી માલાભાઈ અને લોકરક્ષક આશિષ ગઢવીને કેદી ફરાર ન થાય તે માટે જાપ્તા બંદોબસ્તમાં ફરજ પર મૂકયા હતા.

આરોપી પ્રતિકને સાંજે ૧ર૦૦ બેડ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ વોર્ડ નં.ઈ/રમાં પોલીસકર્મી લઈ ગયા હતા. પરંતુ ત્યાં રીફરની પ્રક્રિયા બાકી હોવાથી પ્રતિકને લઈ બન્ને પોલીસકર્મી તેને વોશરૂમ તરફ લઈ જતા હતા તે દરમિયાન દર્દીઓ અને તેમના સંબંધીઓની ભીડનો લાભ લઈને આરોપી પ્રતિક ડાભી ભાગવા લાગ્યો હતો જેથી બન્ને પોલીસકર્મીએ તેનો પીછો કર્યો પરંતુ આરોપી ફરાર થવામાં સફળ નીવડયો હતો.

The ward is crowded with patients and worried relatives. The prisoner, Pratik Dabhi, uses the crowd as cover and attempts a swift escape.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.