દેશમાં સ્પાઇસના કુલ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ૪૦ ટકા હિસ્સો
મહેસાણા જિલાના સાંસદ હરિભાઈ પટેલની ઉંઝા ખાતે સ્પાઈસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવાની માંગ
હાલ સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું મુખ્ય મથક કેરલના કોચી ખાતે આવેલું છે. આ કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને બોર્ડની યોજનાઓનો લાભ લેવા માટે મુંબઈ કે કોચી જવું પડે છે,
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં કલમ ૩૭૭ હેઠળ મહત્વની રજૂઆત કરીને ઉત્તર ગુજરાતના મસાલા ઉત્પાદક ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મહેસાણા, હેઠળ લોકસભામાં ઊંઝા ખાતે સ્પાઈસ બોર્ડનું ક્ષેત્રીય કાર્યાલય સ્થાપવા માટે રજુઆત કરી હતી. દેશમાં સ્પાઈસના કુલ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો કુલ હિસ્સો ૪૦ ટકા છે. જ્યારે મહેસાણા લોકસભામાં સમાવીષ્ઠ લિંશ સ્પાઈસ માટે દેશ જ નહીં બલે
સમગ્ર એશિયામાં નામના ધરાવે છે. આ તબક્કે ખેડૂત અને વેપારીઓને યોગ્ય લાભ અને સહાય મળે તે માટે મહત્વપૂર્ણ રજુઆત કરવામાં આવી છે. સ્પાઇસનું ઉત્પાદન અને સંવર્ધન માટે વર્તમાન સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલીકરણ કરવામાં આવ્યું છે.
જોકે સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્પાઇસ પકવતા ખેડૂત અને વેપારીઓ સુધી પહોંચે તે માટે વ્યવસ્થા જરૂરી છે. આ સંજોગોમાં ઉત્તર ગુજરાતના મસાલા પાક પકવતા ખેડૂતો અને મસાલા પાક સાથે સંકળાયેલ વેપારીઓના મહત્વપૂર્ણ પ્રશ્નને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે વાચા આપી છે. હરિભાઈ પટેલે આ મામલે લોક્સભામાં કલમ ૩૭૭ હેઠળ
રજુઆત કરી જણાવ્યું કે, દેશના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો હિસ્સો આશરે ૪૦ ટક્કે જેટલો છે, જેમાં ઉઝા બજાર દેશનું સૌથી મોટું જીરું અને વરિયાળીનું બજાર તરીકે જાણીતું છે. છતાં પણ આ વિસ્તારમાં મસાલા પાકના વિકાસ, સંવર્ધન અને પ્રોત્સાહન માટે કોઈ ખાસ યોજના કે સુવિધા ઉપલબ્ધ નથી.
હાલ સ્પાઇસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું મુખ્ય મથક કેરલના કોચી ખાતે આવેલું છે. આ કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને બોર્ડની યોજનાઓનો લાભ લેવા માટે મુંબઈ કે કોચી જવું પડે છે, જેના કારણે સમય અને નાલાંનો વ્યય થાય છે તેમજ ઘલા ખેડૂતો આ સુવિધાઓથી વંચિત રહી જાય છે. સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્ર સરકાર પાસે કલમ ૩૭૭ મુજબ રજૂઆત કરી છે કે
ઉંઝા ખાતે સ્પાઈસ બોર્ડ ઓફ ઈન્ડિયાનું ક્ષેત્રીય કાર્યાલય તાત્કાલિક સ્થાપવામાં આવે. આ કાર્યાલય સ્થપાય તો સ્થાનિક ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન, ગુણવત્તા પરીક્ષલ, નિકાસ પ્રમોશન, બીજ ખાતર સબસિડી તેમજ નવીન ટેકનોલોજીનો સીધો લાભ મળી શકશે. સાથે જ મસાલા પાકનું ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થઈ શકશે તેમજ નિકાસમાં પણ વૃદ્ધિ થશે.આ રજૂઆતથી ઉત્તર ગુજરાતના લાખો ખેડૂતો અને વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. ઉઝા એપીએમસીના ચેરમેન તેમજ મસાલા વેપારી સંગઠનોએ સાંસદની આ રજૂઆતનું સ્વાગત કર્યું છે.
