ભારત-પાક.યુદ્ધ અટકાવવાનું શ્રેય પ્રમુખ ટ્રમ્પને મળવું જોઇએઃ યુએસ વિદેશ મંત્રી
વોશિંગ્ટન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યંત ખતરનાક યુદ્ધ સહિત અનેક દેશો વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધોને અટકાવી દેવા હસ્તક્ષેપ કર્યાે હતો, તેથી અમેરિકાની વિદેશ નીતિને નવેસરથી ઘડવાનું તમામ શ્રેય પ્રમુખ ટ્રમ્પના ફાળે જવું જોઇએ એમ અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ કહ્યું હતું.
મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે મળેલી કેબિનેટની બેઠકને સંબોધતા રૂબિયોએ કહ્યું હતું કે છેલ્લાં એક દાયકામાં પ્રથમવાર અમેરિકાની વિદેશ નીતિએ આ રાષ્ટ્રને વધુ સુરક્ષિત, મજબૂત અને પ્રગતિશીલ બનાવ્યું છે.
મારું માનવું છે કે અન્ય દેશો વચ્ચે કરાવેલી શાંતિ મંત્રણાનો ઉલ્લેખ ના કરીએ તો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના અને થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના અત્યંત ખતરનાક યુદ્ધનો અંત લાવવા બદલ આ રાષ્ટ્રની વિદેશ નીતિના પારદર્શક પાસાં માટે પ્રમુખ ટ્રમ્પ તમે ખરેખર તમામ શ્રેય મેળવવાને પાત્ર છો એમ રૂબિયોએ કહ્યું હતું.
આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રમુખ ટ્રમ્પે ફરીથી વિશ્વમાં તેમણે અનેક યુદ્ધ અટકાવી દેવાના પોતાના દાવાનો પુનરોચ્ચાર કર્યાે હતો જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાવેલાં સમાધાનને ભારપૂર્વક દર્શાવ્યું હતું અને સાથે તેમણે એવો પણ દાવો કર્યાે હતો કે વિશ્વના આઠ યુદ્ધો અટકાવી દેવા બદલ તેમને નોબલ પ્રાઇઝ મળવું જોઇએ.
ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવા ટ્રમ્પે હસ્તક્ષેપ કર્યાે હોવાના અમેરિકાના પ્રમુખના વારંવારના દાવા બાબતે કોંગ્રેસે આજે વડાપ્રધાન મોદીની એમ કહીને આકરી આલોચના કરી હતી કે મોદી અને ટ્રમ્પની એકબીજાને ભેટવાની અને ગળે લગાવવાની રાજદ્વારી નીતિ સંપૂર્ણ ળીઝ થઇ ગઇ છે તે બાબતે આશ્ચર્ય પામવા જેનું કશું નથી.
કોંગ્રેસના મહામંત્રી અને સંદેશાવ્યવહાર વિભાગના ઇન્ચાર્જ જયરામ રમેશે કહ્યું હતું કે ગત ૧૦ મે ના રોજ અમેરિકાના વિદેશમંત્રી માર્કાે રૂબિયોએ ઓપરેશન સિંદુર અટકાવી દેવાની ખબર આપનારા સૌ પ્રથમ વ્યક્તિ હતા.SS1MS
