Western Times News

Gujarati News

હિંમતનગરના યુવકને ડિઝિટલ એરેસ્ટ કરી ૧૧.૭૧ લાખ પડાવનાર બે ઝડપાયા

હિંમતનગર, ઉત્તર પ્રદેશના બારાબંકીના બે ઠગોએ બે મહિના અગાઉ ર૪ લોકોને અંદાજે રૂ. ૧૧.૭૧ લાખ કેટલાક સિનિયર સીટીઝનોને ખોટી લાલચ આપી બળજબરીથી તબક્કાવાર ગુનાઇત ધમકી આપી ભય ઉભો કરી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. જે અંગે સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગયા મહિને ડિઝિટલ એરેસ્ટ કરી ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

જેને પગલે સાયબર ક્રાઈમની ટીમે બંનેને તાજેતરમાં કેટલાક મોબાઈલ અને સિમકાર્ડ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા બંનેને ડિઝીટલ એરેસ્ટ કરવા બદલ હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે સાયબર ક્રાઈમના પીઆઈ એ.જી.રાઠોડ તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ, ગત તા.૯ નવેમ્બરના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા વ્યકિતઓએ ર૪થી વધુ લોકોને ધમકી આપી તમે બહાર નીકળશો તો મારી નંખાશે તેમ કહી ભયમાં મૂકી હિંમતનગરના આ વ્યકિત સહિત અન્ય લોકો પાસેથી તબક્કાવાર વિવિધ બેન્કોના ખાતામાંથી રૂ.૧૧.૭૧ લાખ બળજબરીપૂર્વક ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી. ઓનલાઈન છેતરપિંડીની વિગતો તથા ભોગ બનનારના નિવેદનને આધારે તાજેતરમાં સાયબર ક્રાઈમની ટીમે મોહમ્મદ સમીમ કુરેશી અને આફતાબ જુનેદ આલમ (બંને રહે. રામપુર, ભવાનીપુર, બારબંકી, ઉત્તર પ્રદેશના)ને કેટલાક મોબાઈલ અને વિવિધ સિમકાર્ડ સાથે દબોચી લીધા હતા. પકડાયેલા બંનેને હિંમતનગર લવાયા હતા જ્યાં વધુ પૂછપરછ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.