Western Times News

Gujarati News

પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્રગ્સના કેસમાં એનસીબીએ એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ, નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાતમીના આધારે સરખેજ પાસેથી ૨૬૨.૧૫ કિલોગ્રામ (૧૧૯૧૬૦૦ ગોળી) અલ્પ્રાઝોલમ ડ્રગ્સ કેસમાં એકને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા ગ્રામ્ય કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના જણાવ્યા અનુસાર, આરોપીનું નેટવર્ક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં ફેલાયેલું હોય સિન્ડિકેટના સભ્યોની તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના નેટવર્કમાં નાણાકીય સ્ત્રોત પણ બહાર આવ્યો છે.

નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ મકરબા પાસે રહેતા ઘાંચી ગુલામરસૂલ ગનીભાઈ અલ્લારખાને પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્રગ્સ મામલે ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જેમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યૂરોના ખાસ એડવોકેટ મુકેશ કાપડિયાએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, ૨૨મી નવેમ્બરના રોજ સરખેજ પાસેથી કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ કંપની પાસેથી ૨૬૨.૧૫ કિલોગ્રામ (૧૧૯૧૬૦૦ ગોળી) અલ્પ્રાઝોલમ ડ્રગ્સ સાથે મનજીભાઈ સમતાભાઈ રબારીની ધરપકડ કરી હતી.

જેની તપાસમાં ડ્રગ્સનો જથ્થો ઘાંચી ગુલામરસૂલે આપ્યો હતો. જેના આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ગુજરાત રાજ્યોમાં સક્રિય ડ્રગ સિન્ડિકેટનો સભ્ય છે. સિન્ડિકેટના અન્ય મુખ્ય સભ્યોની વિગતો મેળવાની છે. અલ્પ્રાઝોલમમાં વ્યવહાર કરતી વખતે આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વ્યવહારોમાં નાણાંનું ટ્રેસિંગ જરૂરી છે.

આરોપી વ્યક્તિનું નેટવર્ક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં છે. જપ્ત કરાયેલી અલ્પ્રાઝોલમ ગોળીઓ હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવી હતી અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ રાજ્યોમાં વિતરણ કરવામાં આવી હતી. આરોપી પાસેથી આંતરરાજ્ય સિન્ડિકેટ કો-એસોસિએટ્‌સ, રિટેલર્સ વચ્ચેના જોડાણોને શોધવા અને ઓળખવા જરૂરી છે.

આરોપીનો મોબાઇલ ફેન હજુ સુધી મળી આવ્યો નથી. જેથી આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.