આમિરે વીર દાસ સાથે સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરી
મુંબઈ, આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા એક ક્વર્કી સ્પાય ફિલ્મ હેપ્પી પટેલની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વીર દાસ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વીર દાસ અને મોના સિંહ લીડ રોલમાં જોવા મળશે. જેવું આ ફિલ્મનું અલગ નામ છે, એ જ રીતે આ ફિલ્મ અનાઉસ કરવા માટે મેકર્સ દ્વારા એક અલગ પ્રકારનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં આમિર અને વીર દાસ વાતો કરતા દેખાય છે.
હેપ્પી પટેલની સામાન્ય રીતે થતી ફિલ્મની જાહેરાતથી અલગ અને રમુજી રીતે જાહેરાત કરવામાં આવી છે. આ વીડિયોમાં આમિર ખાન વીર દાસને પૂછે છે કે એક્શન ફિલ્મ કેવી હોવી જોઈએ, તેમાં રોમાન્સ અને આઇટમ નંબર પણ હોવા જોઈએ. બીજી તરફ આમિર દર્શકોને કેવી લાગશે એ અંગે પણ ચિંતિત છે, જેમાં કોઈને ફિલ્મ ગમે છે, તો કોઈ ફિલ્મ જોઇને તેને મારવા પણ લે છે.
આ રીતે ફિલ્મ પણ તેનાં નામ ‘હેપ્પી પટેલઃ ખતરનાક જાસુસ’ નામની જેમ જ ખુબ મજા કરાવે એવી અને અલગ પ્રકારની હશે.આમિર ખાન પ્રોડક્શન્સ સતત અલગ પ્રકારની અને સામાન્ય પ્રવાહથી અલગ હોય એવી ફિલ્મ ઘણી સારી વાર્તાઓ સાથે બનાવતું રહ્યું છે. જેમાં લગાનથી શરુ કરીને તારે ઝમીન પર, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે.
હવે હેપ્પી પટેલ માટે ઇટરનેશનલ લેવલ જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ સાથે કોલબરેશન કરવામાં આવ્યું છે. તેણે આ પહેલાં ગો ગોઆ ગોન, બદમાશ કંપની, દિલ્હી બેલી સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. આ પહેલાં તેણે કરેલી ફિલ્મ દિલ્હી બેલી પણ આમિર ખાન પ્રોડક્શન્સની જ ફિલ્મ હતી, જેમાં ઇમરાન ખાન પણ હતો.SS1MS
