ગુજરાતમાં 17 લાખથી વધુ અવસાન પામેલા મતદારોના નામ કમી કરાયા
પ્રતિકાત્મક
૩૦ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
રાજ્યની ૧૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૦૦% ડિજીટાઈઝેશન સંપન્ન
(પ્રતિનિધિ) અમદાવાદ, ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ૧૦૦% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.
આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ૧૨ વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી ૧૦૦ % પુરી થઈ ચુકી છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાની ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાની લીમખેડા, દાહોદ (એસ.ટી), અરવલ્લી જિલ્લાની બાયડ, રાજકોટ જિલ્લાની ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાની કોશોદ, ખેડા જિલ્લાની મહેમદાવાદ તથા આણંદ જિલ્લાની ખંભાત અને નવસારી જિલ્લાની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ૯૪.૩૫ % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-૧૦ જિલ્લાઓમાં ડાંગ-૯૪.૩૫, ગીરસોમનાથ-૯૧.૫૧ મોરબી- ૯૧.૦૦, મહીસાગર -૯૦.૭૫, છોટા ઉદેપુર-૯૦.૭૧, સાબરકાંઠા-૯૦.૬૫, બનાસકાંઠા-૯૦.૬૧, પાટણ -૯૦.૫૦, અરવલ્લી-૯૦.૪૮, પંચમહાલ-૮૯.૯૨નો સમાવેશ થાય છે.
રાજ્યભરમાં ૧૭ લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે ૬.૧૪ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ ૩૦ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત ૩.૨૫ લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો ૧૧મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ ર્મ્ન્ંની અસરકારક કામગીરીને ઝ્રઈર્ં કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ ર્મ્ન્ંને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
