ગુજરાતમાં અમેરીકન વીઝા સેન્ટરની માંગ, સાંસદે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો
ગુજરાતમાં એક પણ સ્થળે અમેરીકા માટે વીઝા સેન્ટર ઉપલબ્ધ નથી
(અજન્સી)મહેસાણા, ઉત્તર ગુજરાત મહેસાણાના જીલલા સહીત સમગ્ર ગુજરાતમાં અમેરીકન વીઝા માટેની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. જે ધ્યાને લઈને મહેસાણાના લોકસભાના સાંસદ હરીભાઈ પટેલે લોકસભાના શુન્યકાળમાં કેન્દ્રીય વિદેશ મંત્રાલય સમક્ષ રજુઆતમાં અમેરીકા માટે વી.એફ.એસ. વીઝા એપ્લીકેશન સેન્ટર ખોલવાની માગણી કરી છે.
ગુજરાતમાંથી દર મહીને હજારો લોકો અમેરીકાના વીઝા મેળવવા માટે અરજી કરે છે. જો કે વીઝા પ્રોસેસ માટે આખા ગુજરાતમાં કોઈપણ સ્થળે વી.એફ.એસ. કેન્દ્ર ઉપલબ્ધ નથી. પરીણામે અમેરીકાના વીઝા મેળવવા માગતા નાગરીકો અને અરજદારોને મુંબઈ દિલ્હી કે ચેન્નઈ જવુ પડે છે.
જેથી અરજદારો માટે આ પ્રકિક્રયા અત્યંત ખર્ચાળ અને સમય લેતી બની જાય છ. સાંસદ હરીભાઈ પટેલે લોકસભામાં શુન્યકાળમાં વિદેશ મંત્રાલય સમક્ષ ગુજરાતના નાગરીકોની આ સમસ્યા પરત્વે રજુઆત કરી છે. અને ગુજરાતના અમેરીકન વિઝા માટે સેન્ટર આપવાની માંગ કરી છે.
આ અંગે સાંસદ હરીભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજય એ અમેરીકી સાથે વેપાર અને રોકાણનું મહત્વનું કેન્દ્ર છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો લોકો અમેરીકન વીઝા માટે અરજી કરે છે. પરંતુ વીઝા પ્રક્રિયાની અછત અને વી.એફ.એસ સેન્ટર નહી હોવાના કારણે નાગરીકો અનાવયચક મુશ્કેલીઓ સામનો કરે છે. ગુજરાતમાં કોઈપણ સ્થળે વી.એફ.એસ. કેન્દ્ર ખોલવાથી ન માત્ર સ્થાનીક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. સાથે સાથે સ્થાનીક લોકોનો સમય અને નાણાં બચશે.
સ્થાનીક નાગરીકોને પડતી સગવડ મામલે નાગરીકો દ્વારા સાંસદ સમક્ષ રજુઆત કરાઈ હતી. આ માંગ સંતોષાય તો ગુજરાતમાંથી અમેરીકા જવા ઈચ્છતા લોકોની વીઝા પ્રક્રિયા સરળ બની શકે છે. તેમ છે. વર્તમાન સમયમાં અમેરીકામાં વીઝા મેળવવા માટે લોકોને અન્ય રાજયમાં જવાની ફરજ પડી રહી છે. જેમાં લોકોનો સમય અને નાણાં વ્યય થઈ રહયો છે.
