Western Times News

Gujarati News

અરવલ્લીમાં મતદાર યાદીમાંથી પ૮ હજાર કરતાં વધુ નામો કમી થયાં

પ્રતિકાત્મક

૧પ જાન્યુ. સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાની તક અપાશે

મોડાસા, અરવલ્લી જિલ્લામાં ૪ નવેમ્બરથી હાથ ધરાયેલી મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની કામગીરી ર૮ દિવસમાં ૯૪.૯૧ ટકા પૂર્ણ કરાઈ છે અને આગામી બે કે ત્રણ દિવસમાં સુધારણા કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યકત કરાયો છે.

જિલ્લામાં હાથ ધરાયેલ ગણતરીના તબક્કામાં મૃત્યુ પામેલા રપ,ર૪ર મતદાર અને શોધવા છતાં નહીં મળી આવેલા એવા ર૩૬ર ગેરહાજર મતદાર અને ૩૦૮૩૭ સ્થળાંતર કરેલા મતદારો મળી કુલ પ૮૪૪૧ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ રદ્દ થશે.

જયારે કામગીરીના બાકીના દિવસોમાં આવા મતદારો વધુ મળી આવેથી આ આંકડો વધી શકે છે તેમ જિલ્લા ચૂંટણી શાખાએ જણાવ્યું હતું. મતદાર યાદી સઘન સુધારણા યાને એસ.આઈ.આર.ની કામગીરી પ્રશÂસ્ત પારીક જિલ્લા કલેકટરના સચોટ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક થઈ રહી છે. આ એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન કોઈ ગંભીર બનાવ કે વિવાદ સર્જાયો નથી.

અરવલ્લી જિલ્લામાં એસ.આઈ.આર અંતર્ગત ૩ વિધાનસભા બેઠકના ૮,પ૮,૭પ૩ મતદારોની મતદાર યાદી સઘન સુધારણા કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા ર૮ દિવસની કામગીરી હાલ આખરી ગણતરીના તબક્કામાં ચાલી રહી છે. જિલ્લાના ૧૦૪૮ બીએલઓ, ૧ર૩ બીએલઓ સુપરવાઝર સહિત બીએલઓ સહાયકો દ્વારા ર૮ દિવસમાં ૯૯.૯૭ ટકા મતદારોને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ પૂર્ણ કરાયું છે

જયારે ૭,પપ,૧૩ર ઈએફ ફોર્મનું ડિજિટાઈઝેશન પૂર્ણ કરાયું છે. હવે હક-દાવા અને વાંધા બાદ પૂરાવાની જરૂરિયાત જણાશે તો નોટિસ અપાશે. તા.૧પ જાન્યુઆરી ર૦ર૬ સુધી હક્ક દાવા અને વાંધા રજૂ કરી શકાશે. જયારે કેન્દ્રીય ચૂંટણી પંચે તા.૧૧ ડિસેમ્બર સુધી એસ.આઈ.આર.ની કામગીરી લંબાવી છે.

સાબરકાંઠા જિલ્લામાં ૪ વિધાનસભા મતક્ષેત્રમાં બુથ લેવલ ચકાસણી દરમિયાન ર૯,૯૪૬ મતદારો મૃત્યુ પામ્યા છે અને ૩પ,૭૭૦ મતદારો સ્થળાંતરીત થયા છે. આમ જિલ્લાની મતદાર યાદીમાંથી ૬પ૦૦૦થી વધુ મતદારોના નામ કમી થઈ રદ થશે. સૌથી વધુ મૃત્યુ પામેલ ૯,૩ર૧ મતદારો ખેડબ્રહ્મા વિધાનસભામાં છે અને સ્થળાંતર મતદારો ૧૦૭પ૮ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.