યુએસ ૧૫મીથી વિઝા અરજીમાં સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરશે
વોશિંગ્ટન, અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર આકાર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે એચ-૧બી અને એચ-૪ વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી કરવાની પ્રક્રિયાને વધુ સઘન અને આકરી બનાવતા તમામ અરજદારોને પોતાની સોશિયલ મીડિયા ઉપરની પ્રોફાઇલને પ્રાઇવસી સેટિંગમાં જઇને ‘પબ્લિક’ (જાહેર) રાખવાનો આદેશ કર્યાે છે, અર્થાત આ બંને વિઝા માટે અરજી કરનારા લોકો પોતાની પ્રોફાઇલને હવેથી ખાનગી રાખી શકશે નહીં.
એચ-૪ વિઝા અરજદારના આશ્રિતો માટે હોય છે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ૧૫મી ડિસેમ્બરથી તમામ અરજદારોની અને તેઓના આશ્રિતોની સોશિયલ મીડિયા ઉપરની પ્રોફાઇલની ઓનલાઇન સમીક્ષા શરૂ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને એક્સચેંજ પ્રોગ્રામ અંતર્ગત આવનારા મુલાકાતીઓ માટે તો આ પ્રકારની ચકાસણી ક્યારનીય લાગુ પાડી દેવામાં આવી છે, અને હવે તેને એચ-૧બી અને એચ-૪ વિઝા માટેની અરજી કરનારા અરજદારો માટે પણ લાગુ કરી દેવાઇ છે.
આ ચકાસણીને વધુ સુગમ અને સરળ બનાવવા માટે એચ-૧બી અને એચ-૪ વિઝા માટે અરજી કરનારા તમામ અરજદારોને અને એફ,એમ,જે જેવા નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનારા અરજદારોને સોશિયલ મીડિયાના જે તે પ્લેટફોર્નું એકાઉન્ટ ખોલી પ્રાઇવસી સેટિંગમાં જઇને પોતાની પ્રોફાઇલને ‘પબ્લિક’ ઉપર સેટ કરવાની સૂચના આવી દેવાઇ છે એમ વિદેશ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું હતું.
અમેરિકાના વિઝા એ કોઇ અધિકાર નહીં પરંતુ એક ગૌરવની બાબત છે એમ કહેતાં વિદેશ વિભાગે ઉમેર્યું હતું કે તે અમેરિકાની સુરક્ષા-સલામતિ માટે જોખમી હોય, અમેરિકાના સમાજ માટે જોખમરૂપ હોય અને જેઓ અમેરિકામાં પ્રવેશ મેળવવા લાયક ના હોય એવા તમામ અરજદારોની વિઝા અરજીની સંપૂર્ણ અને ઉંડાણપૂર્વકની ચકાસણી કરવા તમામ ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરશે. વિઝા માટેની પ્રત્યેક અરજી એ રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણય સંબંધી હશે એમ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું હતું.SS1MS
