સતત ગગડતો રૂપિયો દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ દર્શાવે છેઃ ખડગે
નવી દિલ્હી, અમેરિકાના ડોલર સામે રૂપિયો ગબડીને ૯૦ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ગબડ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જણાવ્યું હતું કે જો મોદી સરકારની નીતિઓ યોગ્ય હોત તો રૂપિયામાં ઘટાડો થયો ન હોત.
સરકારે તેનો જવાબ આપવો જોઇએ. ખડગેએ ૨૦૧૪ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો ઉલ્લેખ કરીને તેમના પર કટાક્ષ પણ કર્યાે હતો.ઠ પરની પોસ્ટ ખડગેએ જણાવ્યું હતું કે રૂપિયો આજે ૯૦ની નીચી સપાટી વટાવી ગયો છે.
સરકાર ગમે તેટલા ઢોલ વગાડે, રૂપિયાનું ઘટતું મૂલ્ય દર્શાવે છે કે દેશની વાસ્તવિક આર્થિક સ્થિતિ શું છે. જો મોદી સરકારની નીતિઓ સાચી હોત, તો રૂપિયોમાં ઘટાડો ન થાત. ૨૦૧૪ પહેલાં મોદીએ કહ્યું હતું કે ભારતનો રૂપિયો ‘પતલો’ થઈ રહ્યો છે તેનું કારણ શું છે. હવે ખુદ મોદીએ આનો જવાબ આપવો પડશે. દેશ તમારી પાસેથી જવાબ માંગી રહ્યો છે.
ખડગેએ કહ્યું હતું કે રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે, તેનો અર્થ એ છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. તેઓ કહેતા રહે છે કે આપણે વિકાસ કરી રહ્યા છીએ અને આપણી આર્થિક સ્થિતિ સારી છે, પરંતુ રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે આપણને ખબર પડે છે કે વાસ્તવિક આર્થિક સ્થિતિ શું છે.
રૂપિયામાં ઘટાડાને મુદ્દે ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ જણાવ્યું હતું કે થોડા વર્ષાે પહેલા મનમોહન સિંહના સરકારના કાર્યકાળમા રૂપિયા સામે ડોલર ઊંચો હતો, ત્યારે આ ભાજપના નેતાઓ શું કહેતા હતાં? હવે તેમનો જવાબ શું છે, તેમને પૂછો, તમે મને કેમ પૂછી રહ્યા છો.SS1MS
