Western Times News

Gujarati News

‘પુરુષો આગળ વધી શકે, સ્ત્રીઓ ભુલીને આગળ વધે તો ચર્ચા થાય: મલાઇકા અરોરા

મુંબઈ, મલાઇકા અરોરા એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના ડિવોર્સ વિશે પણ જાહેરમાં જાતે જ વાત કરી છે. તે પોતાની વાત ખુલીને કહેવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે ડિવોર્સ અને પુનર્લગ્ન અંગે સમાજના બેવડાં ધોરણો અંગે વાત કરી હતી.

તેણે જણાવ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોને ઓછી ટીકાનો સામનો કરવો પડે છે.મલાઇકાના અંગત જીવન વિશે હંમેશા ચર્ચા અને ટીકા થતાં રહ્યાં છે. ત્યારે તેણે આખરે આ મુદ્દે પણ વાત કરી છે. તેણે સમાજના બેવડાં ધોરણો જાહેર કરતાં કહ્યું, “પુરુષ ડિવોર્સ લે, તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કરે” જ્યારે સ્ત્રીની પસંદ માટે તેના પર ચર્ચા કરવામાં આવે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં માલાઇકાએ કહ્યું, “તમે મજબુત હોય તો તમારી સતત ટીકા થયા કરે છે.

કોઈ પણ કારણસર તમારી ટીકા થવાની જ છે. મને પુરુષો માટે સખત માન છે, કારણ કે મારા જીવનમાં એવા કેટલાંક પુરુષો છે, જેઓ મહત્વના રહ્યા છે અને તેઓ અદ્દભુત છે.”તેણે સ્ત્રીઓ અને પુરુષો સાથેના વર્તનના ભેદભાવ વિશે વાત કરતાં કહ્યું, “આજે, જો એક પુરુષ જીવનમાં આગળ વધીને ડિવોર્સ લેવાનું નક્કી કરે, તેનાથી અડધી ઉંમરની કોઈ છોકરી સાથે લગ્ન કરે – તો બધા કહેશે, વાહ શું માણસ છે. પણ જ્યારે એક સ્ત્રી આવું કરશે તો, તેના પર પ્રશ્નો ઉઠાવાશે.

એઆ પ્રકારની રૂઢિગત માન્યતાઓ સતત ચાલ્યા કરે છે.”મલાઇકા અને અરબાઝ ખાન સાથે ૨૩ વર્ષ લાંબા દામ્પત્ય જીવન બાદ ૨૦૧૭માં અલગ થયા હતા. પછી તે ૨૦૧૮થી અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં હતી, તેઓ બંને ૨૦૨૪માં અલગ થયાં હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.