શૂજિત સરકારની માઈથોલોજિકલ હ્યુમરમાં રાજકુમાર રાવ સાથે મનોજ બાજપાઈ દેખાશે
મુંબઈ, શૂજિત સરકારે પોતાની અલગ પ્રકારની ફિલ્મનો એક અલગ પ્રશંસક વર્ગ ઉભો કર્યાે છે. તેમની દરેક ફિલ્મ અલગ પ્રકારની અને સામાન્ય પ્રવાહથી અલગ હોય છે, જેમાં ‘વિકી ડોનર’, ‘પિકુ’, ‘ઓક્ટોબર’, ‘સરદાર ઉધમ’ અને ‘આઇ વોન્ટ ટુ ટોક’ જેવી ફિલ્મ બનાવી છે. હવે તેઓ આ બધા વિષયથી અલગ ફરી એક વખત નવા વિષયની ફિલ્મ સાથે આવી રહ્યા છે. તેઓ પહેલી વખત માઇથોલોજિકલ હ્યુમર ફિલ્મ બનાવી રહ્યા છે.
આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “શૂજિત સરકાર કોઈ હ્યુમર ફિલ્મ બનાવે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આ જાણીતા ફિલ્મમેકર તેમની વિકી ડોનર અને પિકુ જેવી ફિલ્મથી હુંફ, કટાક્ષ અને તિક્ષ્ણ અવલોકનો રજુ કરવા માટે જાણીતા છે, જેઓ હવે બિલકુલ નવા જ માઇથોલોજિકલ હ્યુમર પ્રકારમાં પ્રવેશવા જઈ રહ્યા છે.”ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ વિશે ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
સુત્રએ આ અંગે જણાવ્યું કે, “આ ફિલ્મ માટે એક વિશાળ અને ભવ્ય સેટ તૈયાર થઈ રહ્યો છે, જે સરદાર ઉધમ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ વિજેતા પ્રોડક્શન ડિઝાઇનર માનસી ધ્›વ મહેતા દ્વારા તૈયાર થશે.
જે મહાભારતના એક મહત્વના પ્રકરણ પર આધારીત હશે, તેમાં દંતકથા અને આજના સમયના કટાક્ષ આધારીત વાર્તા જોવા મળશે.”સૌથી મહત્વની વાત આ ફિલ્મની સ્ટાર કાસ્ટ છે, આ અંગે સુત્રએ જણાવ્યું, “કે મનોજ બાજપાઈ, રાજકુમાર રાવ આ ફિલ્મનો ભાગ હશે. તાજેતરમાં જ ફિલ્મની ટીમમાં સૌરભ શુક્લા અને વિનીત કુમાર સિંહ પણ જોડાયા છે. આ બધાં જ કલાકારો તેમના પ્રતિભાશાળી અને વૈવિધ્યસભર કામ માટે જાણીતા કલાકારો છે.
ડ્રામા અને હ્યુમર બંનેમાં આ કલાકારો માસ્ટરી ધરાવે છે.” હાલ આ ફિલ્મના પ્રી પ્રોડક્શનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, ૨૦૨૬ની શરૂઆતમાં આ ફિલ્મનું શૂટ શરૂ થઈ જશે એવી ચર્ચા છે. માઇથોલોજિકલ હ્યુમરની નવી શૈલી, વિશાળ અને વૈભવી સેટ અને આવી સ્ટાર કાસ્ટ સાથે આ ફિલ્મ અંગે જેટલી ચર્ચા છે, એટલી જ ઉંચી અપેક્ષાઓ પણ છે.SS1MS
