Western Times News

Gujarati News

‘સ્વદેશોત્સવ ૨૦૨૫’માં ‘પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી’ જેવા વિષયો પર સત્રો યોજાશે

સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ ૨૦૨૫-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad, ભારતને આત્મનિર્ભર‘ બનાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા સ્વદેશોત્સવ ૨૦૨૫નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીશ્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી સ્વાનુભૂતિ પ્રદર્શની‘ પણ  ખુલ્લી મુકી હતી.

જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય મહત્ત્વના વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન આ સ્વદેશોત્સવમાં કરવામાં આવ્યું છે.

તદઅનુસાર૦૫ ડિસેમ્બરના રોજસ્વદેશોત્સવના પ્રથમ દિવસે પર્યાવરણ સંકલ્પ સંમેલન‘, ૦૬ ડિસેમ્બરે સ્ટાર્ટઅપ્સ ઉડાન ૨૦૨૫‘ અને સ્વદેશી સંકલ્પ અભિયાન‘ પર સેમિનાર યોજાશે. ૦૭ ડિસેમ્બરે માતૃશક્તિની ભૂમિકા‘ અને સાયબર સિક્યુરિટી અવેરનેસ‘ જેવા મહત્ત્વના વિષયો પર સત્રો યોજાવાના છે.

૦૮ ડિસેમ્બરે આયુર્વેદ અને સ્વાસ્થ્ય‘ તથા ‘Intellectual Property Rights’ પર અને ૦૯ ડિસેમ્બરે પ્રાકૃતિક ખેતીઓર્ગેનિક ખેતી‘ જેવા વિષયો પર સત્રો યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 

ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાનકલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે. આ અવસરે સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.