Western Times News

Gujarati News

ઊંઝા ખાતે  મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત

આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક  આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

::મુખ્યમંત્રીશ્રી::

Ø  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયો

Ø  ૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છેતેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે૧૧ વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે.

જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ૧,૧૭૫ મેડિકલ સીટો હતી તેમના વિઝનરી નેતૃત્વમાં તેમાં માતબર વધારો થયો છે.આના પરિણામે અંતરિયાળ ગામડાઓમાં પણ હવે ડોક્ટરોની સુવિધા  સરળતાથી મળતી થઈ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે લોકોનું જીવન સ્વસ્થ રહે અને મોંઘી સારવારનો ખર્ચ ઘટે તે માટે આયુષ્માન યોજના હેઠળ ૫ લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે તેમાં વધુ ૫ લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ ૧૦ લાખનું આરોગ્યરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છેજેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઆરોગ્ય સેવા માટે ડોક્ટરો અને કુશળ મેડિકલ સ્ટાફ એ પાયાની જરૂરિયાત છે અને વડાપ્રધાનશ્રીએ આ જરૂરિયાત પૂરી કરવા મેડિકલ સીટોમાં  મોટો વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં PHC, CHC અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવું એક મજબૂત માળખું વિકસ્યું છે. મંત્રીશ્રીએ હોસ્પિટલના વ્યૂહાત્મક સ્થાનને કારણે રોડ અકસ્માત જેવી ક્રિટિકલ આપદામાં તે ખૂબ મદદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ઊંઝા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલનું મકાન ૧ લાખ ચોરસ ફૂટના વિસ્તાર અને ૧૦ વીઘાના વિશાળ કેમ્પસ સાથે અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે. હોસ્પિટલમાં ૪ ઓપરેશન થિયેટર૨૦૦થી વધુ પથારીઓ૨૦ આઇસીયુ બેડ અને ૨૦ સ્પેશિયાલિટી ક્લિનિક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં જનરલ મેડિસિનન્યુરો અને સ્પાઇનઓર્થોપેડિકપ્રસૂતિ અને સ્ત્રીરોગકાર્ડિયોલોજીઓન્કો સર્જન અને ક્રિટિકલ કેર જેવા તમામ મહત્વના વિભાગો કાર્યરત થશે.

તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, IVF, NICU-PICU, કીમોથેરાપી સેન્ટર અને ગાયનેક લેબર રૂમ જેવી વિશેષ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. વધુમાં૨૪/૭ સેવાઓ હેઠળ ફાર્મસીલેબોરેટરીસીટી સ્કેનડિજિટલ એક્સ-રેબ્લડ બેંક અને ‘ICU ઓન વ્હીલ્સ‘ જેવી નિર્ણાયક સુવિધાઓ દર્દીઓની તાત્કાલિક સંભાળ માટે ઉપલબ્ધ રહેશે.

સાંસદશ્રી હરિભાઈ પટેલમયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી જયરામગિરિજી ગુરુશ્રી બળદેવગિરિજી મહારાજધારાસભ્યો શ્રી કે. કે. પટેલ (ઊંઝા)શ્રી મુકેશભાઈ પટેલ (મહેસાણા)શ્રી સરદારભાઈ ચૌધરી (ખેરાલુ)શ્રી સુખાજી ઠાકોર (બહુચરાજી)શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા (કડી)શ્રી કિરીટભાઈ પટેલ (પાટણ)ઊંઝા નગરપાલિકા પ્રમુખ સુશ્રી જીજ્ઞાબેન પટેલએપીએમસી ઊંઝાના ચેરમેન શ્રી દિનેશ પટેલઅગ્રણી શ્રી ગિરીશ રાજગોરકલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિજિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન તેમજ હોસ્પિટલના દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.