Western Times News

Gujarati News

રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે ડીસામાં બન્યું રમત સંકુલ

ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

“યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ”, મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન: નાયબ મુખ્યમંત્રી

ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે: ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી

રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શુક્રવારે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ રમત સંકુલ યુવાઓના સપનાં સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રંથાલય ભવનનું ઇ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને “યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ” ગણાવી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાઓબાળકો અને વડીલો સહિત દરેક નાગરિક માટે વિકાસની નવી તક ઉભી થઈ છે.

નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે “યુવાઓનું સ્વપ્ન સાકાર થયું છે” અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે એની સાક્ષાત્ અસર બનાસમાં જોવા મળી છે. જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઉભી કરાઈ છે.

પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં 20 હજાર પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો.

યુવાઓ મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વમંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા–પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો.

રાજ્ય સરકાર દ્વારા યુવાશક્તિને પ્રોત્સાહન આપવા પૂરું પાડવામાં આવી રહેલા પ્લેટફોર્મ બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલરાજ્ય સરકાર અને ટીમ બનાસનો આભાર વ્યક્ત કર્યો.

ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સંઘર્ષસેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વના ગુણો વિકસે છે. સાચું નેતૃત્વ એ છેજેનાથી કોઈનું જીવનધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે.

રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાંથી 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશેજે યુવાશક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે.

ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આજે ડીસાના યુવાઓનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે. આ સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારતા ધારાસભ્યશ્રીએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવનાર દરેકનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીતવન અને પર્યાવરણવાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીકુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરધારાસભ્ય શ્રી માવજી દેસાઈપૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરીશ્રી દિનેશ અનાવાડીયાપૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યાસ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટરશ્રી સંદિપ સાંગલેજિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલજિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ ૨૮,૩૨૯ ચો.મી.જમીન પર કુલ રૂ.૧૪.૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ૨૦૦ મીટર મડી ટ્રેકસ્કેટિંગ રિંકવોલીબોલ ગ્રાઉન્ડલોન્ગ જંપકબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે.

આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટનવોલીબોલબાસ્કેટબોલટેબલ ટેનિસજુડોજીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તાટોઇલેટ બ્લોકપાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ રમત સંકુલ થકી ડીસા આજુબાજુ વિસ્તારના રમતગમત ક્ષેત્રે જોડાયેલા નાગરિકોને સુવિધાઓ પ્રદાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.