Western Times News

Gujarati News

વડગામમાં ૪ કરોડના ખર્ચે તૈયાર થઈ લાઇબ્રેરીઃ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે ઘરઆંગણે કરી શકશે

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ

વડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈ

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કેગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવા કટિબધ્ધ છે. સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે.

વડગામનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કામ કરી રહી છે. આ લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકારશ્રી દ્વારા વડગામ ખાતે ૬૯૮.૦૫ ચો.મી.જમીન પર અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે.

આ લાઇબ્રેરી ખાતે કુલ ૧૬૯ વિદ્યાર્થીઓને બેસવાના ક્ષમતાવાળી G+૧ ઈમારતવરિષ્ઠ નાગરિકોમહિલાઓ અને બાળકો માટે અલગ- અલગ જગ્યાઓકોન્ફરન્સ રૂમ તથા ૨૦ હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.  

નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર આ લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે.શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે.

નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રીશ્રી જયરામ ગામીતવન અને પર્યાવરણવાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીકુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરજિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલજિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વડગામ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.