ભાણેજના પ્રેમલગ્નનો ખાર રાખી મામા પર જીવલેણ હુમલો
AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં પ્રેમસંબંધના જૂના વિવાદમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગત તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ડિલિવરીનું કામ કરતા પ્રવીણભાઈ પર દિનેશ રઘુભાઈ સોલંકી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.
પ્રવીણભાઈને પેટ અને જડબાના ભાગે છરીના ઘા વાગ્યા છે, જેથી તેમને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકના પત્નીએ આરોપી દિનેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જીવલેણ હુમલા પાછળનું મૂળ કારણ પ્રવીણભાઈની ભાણેજ પાયલના પ્રેમસંબંધ અને લગ્નનો વિવાદ હતો.
પાયલ તેમની ચાલીમાં રહેતા મિલન નામના છોકરાના પ્રેમસંબંધમાં હતી અને બંને એક મહિના પહેલા સાબરમતી ખાતે રહેવા માટે જતા રહ્યા હતા. હુમલો કરનાર આરોપી દિનેશ રઘુભાઈ સોલંકીના ભત્રીજાએ જ પ્રવીણભાઈની ભાણેજ પાયલ સાથે લગ્ન કરી લીધેલા છે.
આ બનાવના દિવસે, સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ પ્રવીણભાઈ તેમના મિત્ર વિનોદ પાનાભાઈ સાથે જમવાનું લેવા માટે જઈ રહ્યા હતા. તે સમયે રામરહીમનાં ટેકરાનાં ઢાળ પાસે નારણની કીટલી નજીક દિનેશ રઘુભાઈ સોલંકી ઊભો હતો. દિનેશ સોલંકીએ પ્રવીણભાઈને જોતા જ ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું. અગાઉ, બે દિવસ પહેલા જ્યારે પ્રવીણભાઈએ દિનેશને વિનંતી કરી હતી
કે જો તેમની ભાણેજને ભગાડવામાં દિનેશનો હાથ હોય, તો પાયલને પાછી સોંપી દે અને બે મહિના પછી સમાજના રિવાજ મુજબ લગ્ન કરાવી અપાશે. આ જ બાબતે દિનેશ સોલંકીએ કટાક્ષમાં પ્રવીણને કહ્યું કે “મારા ભત્રીજાએ તારી ભાણેજ સાથે લગ્ન કરી લીધેલ છે તું શેનો તારી ભાણેજને પાછી માગતો હતો અને આજે તો તને પતાવી દઈશ.
