ગાયક કલાકાર ક્રિકેટ સટ્ટો રમાડતો હતોઃ પોલીસના હાથે ઝડપાયો
(એજન્સી)અમદાવાદ, દુનિયાના કોઈ પણ ખુણે ક્રિકેટ મેચ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય છે. આનંદનગર પોલીસને માહિતી મળીહતી કે આનંદનગર રોડ પર એક યુવક ક્રિકેટ સટ્ટોરમાડે છે. પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેણે આઈડીપાસવર્ડ કોની પાસેથી મેળવ્યા છે.
તેની તપાસ શરૂ કરી હતી. પુછપરછ દરમ્યાન સટ્ટો રમાડનાર યુવકે પોતાનું નામ ફેનીલ શાહ હોવાનું અને તે ગાયક કલાકાર હોવાનું જણાવ્યુ છે. પોલીસ વધુ તપાસ કરી રહીછે.
ભારત-દક્ષીણ આફ્રીકા વચ્ચે વન ડે ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે બુકીઓ સક્રીય બની સટ્ટો રમાડતા હતા. આનંદનગર પોલીસને માહિતી મળી હતી કે આનંદનગર રોડ પર સચીન ટાવર નજીક એક યુવક મોબાઈલ પર ઓનલાઈન સટ્ટો રમાડે છે. તે જુદાજુદા દેશો વચ્ચે રમાતી પ્રીમીયર લીગની મેચ પર પણ સટ્ટો રમાડતો હતો.
પોલીસની ટીમ તરત જ સચીન ટાવર ખાતે પહોચી ગઈ હતી અને જાહેરમાં રોડ પર સટ્ટો રમાડતા યુવકને ઝડપી લીધો હતો. તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની એપ ખુલ્લી હતી જેમાં છ લાખનું સ્બેલેન્સ પણ હતું.
પોલીસે આ સટ્ટામાં તેના ગ્રાહકો તથા તે આઈડી-પાસવર્ડકોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. પુછપરછ દરમયાન ઝડપાયેલા યુવકે પોતાનું નામ ફેનીલ રાકેશભાઈ શાહ હોવાનું અને તે સચીન ટાવરમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તે ગાયક કલાકાર હોવની જાણકારી પણ આપી હતી.પોલીસ હવે આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.
