વૃદ્ધાશ્રમની સરાહનીય કામગીરીઃ દિકરાને નોકરી અપાવી વડીલને પરત ઘરે મોકલ્યા
પ્રતિકાત્મક
ચાર વૃદ્ધાશ્રમે પાંચ વર્ષમાં સંતાનોને સમજાવી ૪૦૦થી વધુ વડીલોને સ્વગૃહે પરત મોકલ્યાં
(એજન્સી)અમદાવાદ, શહેરમાં મુખ્ય પ વૃદ્ધાશ્રમ સિનીયર સીટીઝનો માટે કાર્ય કરી રહી છે. જેમાં જીવનધારા, જીવનસંધ્યા, મણીનગર વૃદ્ધાશ્રમ હીરામણી વૃદ્ધાશ્રમ તથા મહીપતસિંહ વૃદ્ધાશ્રમમાં અંતીમ પ વર્ષથી મુકવા આવતા વડીલના સંતાનો અપીલ વૃદ્ધાશ્રમ ન મુકવા માટે અપીલ કરવામાં આવે છે.
કેટલાક વૃદ્ધાશ્રમમાં તો સંતાનોની પરીસ્થિતી ખરાબ હોય તો તેમને આર્થિક મદદ કરીને પોતાના માતા પિતા સાથે રાખવામાં આવે છે. ત્યારે કેટલા વૃદ્ધાશ્રમમાં વડીલોની સંપતી સંતાનોને જપ્ત કરી હોય તે પાછી લેવામાં પણ મદદ કરવામાં આવે છે.
દરેક વૃદ્ધાશ્રમ વડીલોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થાય છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં વડીલોને પ્રવેશ આપવા માટે અરજી પડતર રાખવામાં આવી છે. પ વર્ષના જીવનધારામાં ર૦૦ લોકો હીરામણી વૃદ્ધાશ્રમમાં પ૦ જીવનસંધ્યામાં ૧પ૦ અને મહીપત ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમમાં પ૦ સંતાનને સમજાવવામાં આવ્યા છે.
જીવનધારામાં ૪ વર્ષે પહેલાં વડીલ અમીત જૈનને સંતાનો મુકવા આવ્યા હતા. તેમણે પુછયું કે તેમને શું પ્રોબ્લેમ છે. કેમ અહીયાં મુકો છો તો તેમણે કહયું કે મારી પરીસ્થિતી ખરાબ હોવાના લીધે માતા-પિતાને વૃદ્ધાશ્રમ મુકવા છે. ત્યાર બાદ જીવનધારા ટ્રસ્ટ દ્વારા દીકરાને ૧પ હજારના પગાર પર રાખીને વડીલોને પરત ઘરે મોકલવામાં આવ્યા હતા. તેમ જ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ર૦થી વધુ લોકોને ઘર ચલાવવા માટે રીક્ષા અપાવી છે.
હીરામણી વૃદ્ધાશ્રમે કેસ લડીને સંપતી પાછી અપાવી –હીરામણી વૃદ્ધાશ્રમમાં પ વર્ષમાં પ૦થી વધુ સંતાનોને સમજવાની સાથે ૪ વર્ષથી રહેતા ૭૦ વર્ષીય આશીષ પટેલના પરીવાર જવનોએ સંપતી પડાવી લીધી હતી. તે પાછી અપાવી છે. ર વર્ષ સુધી હીરામણી વૃદ્ધાશ્રમના અગ્રણીઓ કોર્ટ કેસ લડીને તમામ સંપતી પાછી અપાવી હતી.
