બંધ દુકાન આગળ જાહેરમાં બંને બુકી સટ્ટો લઈ રહયા હતા ગ્રાહકોનું લિસ્ટ મળ્યું
નરોડામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઝડપાયાઃ૧.પ૦ કરોડના બેલેન્સની વિગત મળી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દરેક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હોય છે.ત્યારે જ ભારત અને દક્ષીણ આફ્રીકા વચ્ચે રમાઈ રહેલી વનડે મેચ પર સટ્ટો રમાડતા બે યુવાનોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમેઝડપી લીધા છે.
નરોડા કૃષ્ણનગર પાર્શનાથ કેનાલ પાસેથી એક બંધ દુકાન આગળ જાહેરમાં ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ યુવાનોનો મોબાઈલ ચેક કરતાં તેમાં ૧.પ૦ કરોડનું બેલેનસ અને વ્યવહારોની વિગતો મળી હતી. આ બુકીઓ પાસેથી ગ્રાહકોની વિગતો અને લીસ્ટ પણ મળી આવ્યું હતું. આ દિશામાં તપાસ ચાલી રહી છે. માસ્ટર આઈડી અંગેની પુછપરછમાં બુકીઓ જાતેજ સટ્ટા માટે એપ્લીકેશન ડેવલપ કરી હોવાની કબુલાત કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે નરોડા-કૃષ્ણનગર પાશ્વનાથ કેનાલ પાસેના સર્જન કોમ્પલેક્ષ આગળ બે યુવાનો ભારત-દક્ષીણ આફ્રીકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહયા છે. જેને પગલે પોલીસે તાકીદે દરોડો પાડીને બંને યુવાનોને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમના નામ ધમપાલસિંહ કેશરીસિંહ સીસોદીયા રહે. કૃષ્ણનગર તથા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા રહે. નરોડા મુળ મોરબી હોવાનું જાણી શકાયું હતું.
પોલીસે ધમપાલસિંહનો મોબાઈલ ચેક કરતાં તેમા ક્રિકેટ સટ્ટાની એપ્લીકેશન ખુલ્લી હતી જેમાં ૧.૩૪ કરોડનું બેલેનસ સહીત ૧.પ૦ કરોડના વ્યવહારોની વિગતો મળી આવી હતી. હવે આ માસ્ટર આઈડી તેણે કોના પાસેથી લીધું હતું તે અંગે પુછપરછ પણ કરાઈ હતી.
બંને યુવકો પાસેથી તેમના ગ્રાહકોની વિગતો મળી આવી છે. અમદાવાદ ક્રિકેટ સટ્ટાનું હબ, ચોકકસ આંગડીયામાં હવાલા દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ મેચ રમાતી હોય પરંતુ તેના પર સટ્ટો તો અમદાવાદમાં જ રમાતો હોય હાલ દુનિયાભરના દેશોનું ક્રિકેટ સટ્ટા હબ અમદાવાદ બની ગયું છે.
દરેક મેચપર કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહયો છે. જયારે હારજીતના રૂપિયાના હવાલા બીજા દિવસે સવારે જ ચોકકસ આંગડીયા પેઢી મારફતે પાડવામાં આવતા હોય છે. પોલીસે ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓની વોચ પણ આંગડીયા પેઢી પર છે. આંગડીયા પેઢીની તપાસમાં બુકીઓ અને સટોડીયાના કરોડો રૂપિયાની હારજીતની વિગતો મળી શકે છે.
