Western Times News

Gujarati News

સરદાર@150 યુનિટી માર્ચ: કરમસદથી કેવડિયા સુધીની પદયાત્રા નર્મદા જિલ્લાના ભાણદ્રા ખાતે પહોંચી

વડાપ્રધાનશ્રીની એક ભારતને શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવા સૌની સહભાગીતા અત્યંત જરૂરી: કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી

વિવિધતામાં એકતાએ જ આપણી સૌથી મોટી તાકાત – કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરી

 વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી આજની યુવાપેઢીની: કેન્દ્રીય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર

 સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય બનાવવા માટે કરમસદથી કેવડિયા સુધીની ૧૫૦ કિમીની યાત્રા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચી હતી. ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડીએ (G Kishan reddy ) જણાવ્યું કેઆજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબથી પ્રેરિત થઈને સૌની સહભાગીતાથી ‘એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યા છે.

સરદારનો માર્ગ જ ભારતને આત્મનિર્ભરવિકસિત અને વિશ્વશક્તિ બનાવશે. આ રાષ્ટ્રીય એકતા યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો યુવાનો વિશ્વ સમક્ષ ભારતની એકતા અને યુવાશક્તિનો સંદેશ આપી રહ્યા છે. ‘Sardar @ 150 Padayatra — Unity March’ in Vadodara, held as a part of the 150th birth anniversary celebrations of Sardar Vallabhbhai Patel.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કેરાષ્ટ્રીય એકતા પદયાત્રામાં દેશભરના યુવાનોની ઉત્સાહભેર સહભાગીતાથી આ માર્ચ અત્યંત સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આજના યુવાનોમાં સરદાર પટેલના વિચારોસંસ્કારોસાહસઆત્મસમર્પણ અને રાષ્ટ્રવિકાસની ભાવના જીવંત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સરદાર સાહેબ જાણતા હતા કે ભલે ભાષાખોરાકવેશભૂષા કે સંસ્કૃતિ અલગ હોયપણ ભારતની ભાવના એક જ છેએકતાની ભાવના. એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે. વધુમાં ઉમેર્યુ કેઆજે ભારતનું સામર્થ્ય યુવાઓના હાથમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનોની ભાગીદારી અનિવાર્ય છે. અને આ સ્વપ્ન ચરિતાર્થ કરવાનો મૂળ મંત્ર પણ એકતા છે.

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે પણ ઉમેર્યું કેગુજરાતની ભૂમિ પર જન્મેલા સરદાર સાહેબને દેશને સંપૂર્ણ ભારતનો આકાર આપ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત બનાવવાનો જે નિર્ધાર કર્યો છેતેને ચરિતાર્થ કરવાની જવાબદારી આજના યુવાપેઢીની છે.

ગ્રામસભામાં વરિષ્ઠ નાગરિકોઆત્મનિર્ભર બહેનોખેડૂતો તેમજ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવા બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર મેળવ્યાં હતાં. આ તકે ગ્રામસભામાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે સામૂહિક શપથ લીધા હતા.

 

આ તકેયુપીના કેબિનેટ મંત્રીશ્રી અનિલકુમારગુજરાત સરકારના વન વિભાગના રાજ્યમંત્રીશ્રી પ્રવીણ માળીશહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલારમત રાજ્યમંત્રીશ્રી જયરામભાઈ ગામિતસાંસદ સર્વશ્રી જશુભાઈ રાઠવાડો. રાજકુમાર સાંગવાનશ્રી નિખિલેશ પાલ (યુપી)શ્રી ગુલામ મોહમ્મદ સહિતના વરિષ્ઠ મંત્રીગણ અને સાંસદશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આ તકે ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખજિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવીજિલ્લા અગ્રણીશ્રી નીલભાઈ રાવસ્થાનિક અગ્રણીઓ સહિત પ્રચંડ જનમેદની આ ગ્રામસભામાં ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.