Western Times News

Gujarati News

રશ્મિકા મંદાનાએ એઆઈના ઉપયોગ બદલ ચિંતા વ્યક્ત કરી

મુંબઈ, રશ્મિકા મંદાના બહુ શરુઆતમાં ડીપફેક વીડિયોનો ભોગ બની ચુકી છે, ત્યાર પછી ઘણા સેલેબ્રિટી એઆઈ અને ફેક ઇમેજિસ વગેરે બાબતોનો ભોગ બની ચૂક્યા છે. સિનેમા ઇન્ડસ્ટ્રીમાં હવે આ ઘટનાઓ વધી રહી છે. કિર્તી સુરેસ, ગિરિજા ઓક જેવી એક્ટ્રેસે પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે.

ત્યારે રશ્મિકા મંદાનાએ એક્સ પર એક નિવેદન જાહેર કર્યું છે. રશ્મિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, “જ્યારે સત્ય ઘડી શકાય, ત્યારે સમજદારી અને પરખ જ આપણી સૌથી સારી સુરક્ષા સાબિત થઈ શકે છે.” આગળ રશ્મિકાએ લખ્યું કે એઆઈના ઉપયોગથી બિભત્સપણું અને મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે, “તે કેટલાક લોકોની સમભાવનાનું પતન દર્શાવે છે.”

ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા હવે સત્યનો અરીસો રહ્યાં નથી, આ અંગે રશ્મિકાએ કહ્યું, “આ એક એવો કેન્વાસ છે, જ્યાં કંઈ પણ ઘડી કાઢવામાં આવે છે. આપણે બધાં આ દુરુપયોગથી પર ઉઠીએ અને એઆઈનો વધુ સન્માનનીય અને વિકાસિત સમાજ બનાવવામાં ઉપોયગ કરીએ.

બેદરકારી ઉપર જવાબદારીને પસંદ કરીએ જો લોકો માણસની જેમ ન વર્તી શકે, તો તેમને કડક અને બિનમાફીપાત્ર સજા થવી જોઈએ.” એક તરફ રશ્મિકાના વિજય દેવરકોંડા સાથે લગ્નની ચર્ચાઓ ચાલે છે, ત્યારે બીજી તરફ દિવાળી પર તેની એક પછી એક બે ફિલ્મ રિલીઝ થઈ છે, થામા અને ગર્લ ફ્રેન્ડ. એ સિવાય તેની સિકંદર અને કુબેરા પણ આવી છે, જ્યારે છાવા તો હજુ પણ છવાયેલી છે. ૨૦૨૬માં પણ તેની વિવિધ ભાષામાં એકથી વધુ ફિલ્મ આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.