રિતિક રોશને ‘પેઇડ હાઇપ’ મુદ્દે યામી ગૌતમને ટેકો આપ્યો
મુંબઈ, યામી ગૌતમે છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડમાં વધી રહેલાં ‘પેઇડ હાઇપ’ના વલણ બબાતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. ગુરુવારે યામી ગૌતમે એક્સ પર કહ્યું હતું કે અન્ય કલાકાર વિરુદ્ધ નકારાત્મકતા ફેલાવવાનો એક ટ્રેન્ડ શરૂ થયો છે તે એક સડો છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય પર અસર કરે છે.
યામી સાથે ‘કાબિલ’ ફિલ્મમાં કામ કરનાર એક્ટર રિતિક રોશને પણ આ મુદ્દે યામીને ટેકો આપ્યો છે.યામીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં કહ્યું કે તે ઘણા લાંબા સમયથી આ મુદ્દે વાત કરવા માગતી હતી. યામીએ કહ્યું, “આ એક કહેવાતો પૈસા આપવનો ટ્રેન્ડ છે, ફિલ્મની માર્કેટિંગના આવરણ હેઠળ, ફિલ્મ વિશે હાઇપ ઉભી કરવાનું વળતર લેવામાં આવે છે, નહીં તો એ લોકો સતત એ કલાકાર વિરુદ્ધ નકારાત્મક બાબતો લખ્યા કરશે, તમે જ્યાં સુધી તેમને પૈસા નહીં આપો ત્યાં સુધી આવું ચાલશે. આ એક પ્રકારની ખંડણી જ લાગે છે.
આ વ્યવસ્થા ગમે તેને હાથવગી છે- પછી તે ફિલ્મ વિશે માહોલ બનાવવા વિશે હોય કે પછી કલાકાર કે ફિલ્મ વિશે નકારાત્મકતા ફેલાવવાની હોય, એ એવો સડો છે, જે ઇડસ્ટ્રીના ભવિષ્યને મોટા પ્રમાણમાં અસર કરશે.”
આગળ યામીએ લખ્યું, “કમનસીબે જો કોઈને એવું લાગે કે, આમાં કોઈ નુકસાન નથી અને ચલો કરીએ કારણ કે આ હવે સામાન્ય છે, તો એ ભુલ છે. જો છેલ્લા ૫ વર્ષમાં ખાસ કરીને કોણ અને કેવી ‘સફળતા’ છે તેની આડમાં લાખો બાબતોનો સાચો ખુલાસો થઈ જશે, તો કમનસીબે તે ઘણા લોકો માટે બહુ સારી સ્થિતિ નહીં હોય.”યામીએ આગળ કહ્યું કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં આવું નથી થતું કારણ કે ત્યાં લોકોમાં ઘણી એકતા છે.
આગળ યામીએ કહ્યું, “હું આપણા માનનીય પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને એક્ટર્સને વિનંતિ કરવા માગું છું કે આ ધડાકાને અત્યારે જ પકડી પાડો અને આ ચલણને આ તબક્કે જ આગળ વધતું અટકાવો અને તેને પ્રોત્સાહન ન આપશો. હું આ એક અત્યંત પ્રામાણિક માણસની પત્ની તરીકે કહું છું, જેણે પોતાની અથાક મહેનત, વિઝન અને ધૈર્યથી પોતાની ટીમ સાથે મળીને આ ફિલ્મને બધું જ આપી દીધું છે અને કંઈક એવું બનાવ્યું છે જેના પર ભારતને ગર્વ થશે.
હું આ વાત ઇડસ્ટ્રીની એક ખૂબ જ ચિંતિત સભ્ય તરીકે કહું છું, જે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોની જેમ, ભારતીય સિનેમાને તેની શ્રેષ્ઠ ક્ષમતા સાથે ખીલતું જોવા માંગે છે, નહીં કે તેનાથી વિપરીત સ્થિતિમાં. ચલો ફિલ્મ બનાવવાની અને દુનિયાને બતાવવાની અને લોકોને તેમને શું અનુભવાય છે, તે નક્કી કરવાની મજાને મારી ન નાખીએ. આપણે આપણી ઇન્ડસ્ટ્રીને આ વાતાવરણથી બચાવવાની જરૂર છે.” તેના જવાબમાં રિતિકે ટ્વીટ કરી અને યામીને ટેકો આપ્યો હતો.
તેણે લખ્યું, “સૌથી વધુ, જે સોનેરી વસ્તુ ખોવાઈ જાય છે અને તેમને અને આપણને બધાને ગરીબ બનાવી દે છે તે પત્રકારોનો સાચો અવાજ છે, તેમના માટે એક તક છે કે તેઓ ફિલ્મ પાછળની બધી સર્જનાત્મક શક્તિઓને તેઓ શું અનુભવે છે, શું વિચારે છે, તેઓ શેની પ્રશંસા કરે છે અને ટીકા કરે છે તે જણાવે. માત્ર સાચા અભિપ્રાયોમાં જ એવી શક્યતા હોય છે જ્યાં પ્રતિસાદ આપણને આગળ વધવામાં મદદ કરે છે.
તેમનો પોતાનો સ્વતંત્રતાનો અધિકાર અજાણતાં છીનવાઈ જાય છે અને તેમાં આપણી આગળ વધવાની તક પણ છીનવાઈ જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિના, સત્ય આપણને આગળ વધવામાં મદદ કરે તે પહેલાં, તેઓ કે આપણે કોઈ પણ કામથી મળતા સંતોષની આશા કઈ રીતે રાખી શકીશું?”SS1MS
