છેલ્લા 1 વર્ષમાં 74 હજાર ભારતીયોએ યુકે છોડી દીધું
જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ના ગાળામાં ટોટલ ૭૪,૦૦૦ જેટલા ઈન્ડિયન્સને યુકે છોડી દીધું છે જેમાં ૪૫ હજાર સ્ટૂડન્ટ વિઝા ધરાવતા હતા જ્યારે ૨૨,૦૦૦ વર્ક વિઝા હોલ્ટર હતા અને બાકીના સાત હજાર અન્ય વિઝા કેટેગરીમાં યુકે આવ્યાં હતાં.
લંડન: UKએ પોતાની ઈમિગ્રેશન પોલિસી ખૂબ જ કડક બનાવવાની સાથે હવે આ દેશમાં પહેલા જેટલી તકો ના રહી હોવાથી હવે મોટી સંખ્યામાં લોકો શ્ધ્ છોડી રહ્યા છે જેમાં ઈન્ડિયન્સનું પ્રમાણ સૌથી વધારે છે.
જૂન ૨૦૨૫માં પૂરા થયેલા વર્ષમાં યુકેમાં નેટ ઈમિગ્રેશન ૬૯ ટકા જેટલું ઘટીને ચાર વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. હજુ ૨૦૨૪માં જ યુકેમાં ૬.૪૯ લાખ ઈમિગ્રન્ટ્સ આવ્યા હતા પણ આ આંકડો ૨૦૨૪-૨૫માં ઘટીને માત્ર ૨,૦૪,૦૦ પર આવી ગયો હતો.
યુરોપના અન્ય દેશોમાંથી યુકે આવતા લોકોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે અને જે લોકો ભણવા માટે કે પછી કામ કરવા માટે યુકે આવ્યા હતા તે પણ મોટી સંખ્યામાં આ દેશ છોડી રહ્યા છે. યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટસ્ટિક્સના રિપોર્ટ અનુસાર જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ના ગાળામાં ટોટલ ૭૪,૦૦૦ જેટલા ઈન્ડિયન્સને યુકે છોડી દીધું છે જેમાં ૪૫ હજાર સ્ટૂડન્ટ વિઝા ધરાવતા હતા જ્યારે ૨૨,૦૦૦ વર્ક વિઝા હોલ્ટર હતા અને બાકીના સાત હજાર અન્ય વિઝા કેટેગરીમાં યુકે આવ્યાં હતાં.
યુકે છોડનારા નોન યુરોપિયન્સમાં ઈન્ડિયન્સ ટોપ પર રહ્યા છે તે જ રીતે ૨૦૨૪-૨૫માં યુકે જનારા નોન યુરોપિયન્સમાં પણ ઈન્ડિયન્સ ટોપ પર છે, મતલબ કે આ ગાળા દરમિયાન ૯૦ હજાર ઈન્ડિયન્સ સ્ટૂડન્ટ વિઝા પર અને ૪૬,૦૦૦ કામ કરવા માટે યુકે ગયા હતા જ્યારે આ બે સિવાયની વિઝા કેટેગરીમાં યુકે ગયેલા ઈન્ડિયન્સનો આંકડો નવ હજાર નોંધાયો હતો. શ્ધ્માં રહેતા ગુજરાતીઓનું માનીએ તો સ્ટૂડન્ટ વિઝા પર અહીં આવતા મોટાભાગના લોકો ખરેખર તો કમાવવા માટે જ આવતા હોય છે અને ઘા સ્ટૂડન્ટ્સ જ્યાં હાજરી ફરજિયાત ના હોય તેમજ ભણવાનું કોઈ પ્રેશર ના હોય તેવી કોલેજોમાં જ એડમિશન લઈ લેતા હોય છે.
જોકે, હવે લોકોની ભણવાના નામે કમાવવા માટે યુકે જવાની ગણતરી ખોટી પડી રહી છે કારણકે ત્યાં જોબ મળવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. સ્ટૂડન્ટ્સના કામ કરવા પર પણ નિયંત્રણો છે અને કેશમાં જોબ આપનારા લોકો ભરપૂર શોષણ કરતા હોવાથી સ્ટૂડન્ટ્સ ત્યાં કફોડી સ્થિતિમાં રહેવા મજબૂર બને છે. આ ઉપરાંત ભણવાનું પૂરું થયા બાદ સારી જોબ શોધવાનું અને પરમેનન્ટ સ્ટેટસ મેળવવાનું પણ ખૂબ જ મુશ્કેલ હોવાના લીધે યુકેથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે.
સ્ટૂડન્ટ્સ અને વર્ક વિઝા પર યુકે આવતા લોકોની સંખ્યા ઘટવાની સાથે-સાથે તેમના ડિપેન્ડન્ટ્સની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે કારણકે યુકેએ તેના નિયમો પણ ખૂબ જ કડક બનાવી દીધા છે. અગાઉ સ્ટૂડન્ટ વિઝા પર જનારા લોકોના ડિપેન્ડન્ટને ફુલ ટાઈમ કામ કરવાની છૂટ મળતી હતી પરંતુ હવે પહેલાની જેમ આસાનીથી ડિપેન્ડન્ટ્સને યુકે નથી બોલાવી શકાતા.
હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર વર્ક વિઝા હોલ્ડરના ડિપેન્ડન્ટ્સમાં ૬૫ ટકા જ્યારે સ્ટૂડન્ટ વિઝા હોલ્ડરના ડિપેન્ડન્ટ્સમાં ૮૫ ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત યુકેની સરકારે ફોરેન કેર વર્કર્સ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને ૨૦૨૪થી સ્ટૂડન્ટ્સના ડિપેન્ડન્ટ્સને વિઝા આપવાના બંધ કરી દેવાયા હતા. સ્કીલ્ડ વર્કર તરીકે યુકે આવવા માગતા લોકોના સેલેરી સ્ટાન્ડર્ડ પણ હાઈ કરી દેવાતા આ કેટેગરીમાં આવતા લોકોની સંખ્યા ઘટી ગઈ હતી.
૨૦૨૧થી ૨૦૨૪ના ગાળામાં હજારો ગુજરાતીઓ કેર વર્કર તરીકે જોબ મેળવીને યુકે પહોંચી ગયા હતા પરંતુ આવા મોટાભાગના લોકોને અપાયેલા જોબ ઓફર લેટર્સ એજન્ટોએ સેટિગથી કઢાવેલા હતા અને તેના પર લોકોને વિઝા તો મળી ગયા હતા પરંતુ નોકરીઓ ના હોવાથી લાખો રૂપિયા ખર્ચીને યુકે ગયા બાદ મોટાભાગના લોકોને રોવાનો વારો આવ્યો હતો.
