ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવે ૩ દિવસમાં ૮૯ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
File Photo
સતત છઠ્ઠા દિવસે સંકટ યથાવતઃ ૬૦૦ ફ્લાઈટો રદ
(એજન્સી)નવી દિલ્હી, ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની ૨૦૦૦થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુસાફરોના હિતમાં ભારતીય રેલવેએ ત્રણ દિવસમાં ૧૦૦થી વધુ રૂટો પર ૮૯ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, આ વિશેષ ટ્રેનો દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવવામાં આવશે. સેન્ટ્રલ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્ધન અને સાઉથ સેન્ટ્રલ રેલવે સહિતના ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરી છે.
ઈન્ડીંગો ફ્લાઈટ સંક્ટ વચ્ચે રવિવારે લગભગ ૬૫૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેના પરિણામે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
દિલ્હી એરપોર્ટ ઓપરેટર જીએમઆરએ ઇન્ડિગો ફ્લાઇટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જીએમઆરએ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે.
ઇન્ડિગોનું ઓપરેશનલ કટોકટી ચાલુ છે. રવિવારે ૬૫૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ, જીએમઆર એ મુસાફરો માટે નિવેદન જાહેર કર્યુ છે. જીએમઆર મુસાફરોને સલાહ આપે છે કે કેટલીક ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી રહી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા માટે ઘરેથી નીકળતા પહેલા નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ તપાસે.
