Western Times News

Gujarati News

ભૂકંપ અને ભૂસ્ખલનની આગોતરી ચેતવણી આપવી હવે શકય બનશે

(એજન્સી)નવીદિલ્હી, હૈદરાબાદની નેશનલ જીઓફીઝીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ એનજીઆઈઆર અને દહેરાદુનની વાડીયા ઈન્સ્ટીટયુટ ઓફ હીમાલયના જીયોલોજીએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ-એઆઈ પરનાલેટેસ્ટ રિસર્ચમાં ભુકંપ અને ભુસ્ખલની સમયસર ચેતવણી તરફ એક મહત્વપુર્ણ પગલું ભર્યું છે.

વૈજ્ઞાનીકોએ ભૌતિકશાસ્ત્ર આધારીત એઆઈ ટુલ વિકસાવ્યું છે. જે પૃથ્વીની સપાટીનીચે હાજર માઈક્રોપીક બ્લોકેજ અને તેની સાથે સંકળાયેલા સિસ્મિક તરંગોની ગતીનું વિશ્લેષણ કરે છે.આ મહત્વપુર્ણ સંશોધન જીઓફીઝીકલ જર્નલ ઈન્ટરનેશનલમાં પ્રકાશીત થયું છે.

દુનિયામાં અનેક દેશોમાં ઉપલબ્ધ અત્યાધુનીક ટેકનોલોજી પણ ભૂકંપના અર્લી વોનીગ મોડલ પર સફળતા પ્રાપ્ત કરી શકી નથી. એટલે કે આગામી ભુકંપ કયારે આવશે તે કહેવું હજુ પણ એક અગમ્ય કોયડો છે. પરંતુ હવે ભારતીય વૈજ્ઞાનીકોએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને તે મોડેલ તરફ પ્રથમ મહત્વપુર્ણ પગલું ભરીને સકારાત્મક સફળતા પ્રાપ્ત કરી છે.

આનાથી ભવીષ્યમાં ભૂકંપની આગાહી કરવી અથવા આગામી ભુકંપ કયાં અને કેટલી તીવ્રતાનો આવશે તે કહેવાનુંસરળ બનશે. ભુકંપનો અંદાજ લગાવવો હજી દુર છે, પરંતુ વૈજ્ઞાનીક સંશોધન ચોકકસપણે કહી શકે છે. કે ભુકંપ અને ભુસ્ખલનના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો કયા છે. શા માટે આવું છે. અને તેમની કુલ સંભાવનાનો કેટલો ટકા છે.

આ ટેકનીકલથી વૈજ્ઞાનીક પૃથ્વીની અંદર ૭૦ કિલોમીટર ઉડા સુધી પૃથ્વીની ગતીનો અંદાજ લગાવી શકે છે. મોટાભાગના મોટા ભુકંપ પણ આ ઉડાઈએ થાય છે. આ સંશોધન વાડીયા ઈન્ટીસ્ટીયુટઆર એનઅજીઆરઈ હૈદરાબાદના ડાયરેકટર ડો. પ્રકાશ કુમાર ડો. બિજપાનંદ દવાળ પ્રોફેસર મુણાલ સેન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.