૨૯ વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની
કેલિફોર્નિયા, બ્રાઝિલમાં જન્મેલી ૨૯ વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેની સ્ટાર્ટઅપ ૧૧ અબજ ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલ્યોનેર બની છે.
ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં ૧ અબજ ડોલરનું ફંડ મેળવ્યા બાદ તેની સ્ટાર્ટઅપ કલ્શીનું વેલ્યુએશન વધ્યું હતું. લારાએ વિશ્વની સૌથી ઉંમરની અબજોપતિનો તાજ સ્કેલ એઆઈની લુસી ગો પાસેથી મેળવ્યો છે.
લુસી થોડા સમય પહેલા જ પોપ-આઈકોન ટેલર સ્વિફ્ટથી આગળ નીકળી હતી. લુઆના લોપેઝ લારાની સફર પ્રેરણાદાયક રહી છે. વોલ સ્ટ્રીટમાં તેનું નામ ચર્ચાય તે પહેલા તે બ્રાઝિલના રિયોમાં બેલેરિના ડાન્સર હતી. ડાન્સર તરીકે રોજના ૧૩ કલાક કામ કરતી હતી.
૨૦૧૩માં ગ્રેજ્યુએટ થયા બાદ તેણે નવ મહિના સુધી ઓસ્ટ્રિયામાં પ્રોફેશનલ ડાન્સર તરીકે કામ કર્યું હતું. એક સમય આવ્યો જ્યારે તેણે પોતાના પહેલા પ્રેમ ડાન્સને છોડીને વિશ્વની પ્રતિષ્ઠિત એમઆઈટીમાં એડમિશન લીધું.SS1MS
