ટૂંક સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થાય તેવા અણસાર
વોશિંગ્ટન, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિમેલા અને સેવાનિવૃત્ત થઈ રહેલા યુક્રેનના વિશેષ દૂત કીથ કેલોગે કહ્યું છે કે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા એક સમજૂતિ ખૂબ નજીકના સમયમાં થશે.કેલોગના કહેવા મુજબ, હજુ બે મોટા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો બાકી છે.
આ બંને મુદ્દામાં – પ્રથમ ડોનબાસનું ભવિષ્ય અને યુરોપના સૌથી મોટા જોપોરિજ્જિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું ભવિષ્ય(જે હાલ રશિયાના કબજામાં) છે. જો અમે આ બંને મુદ્દાઓનો ઉકેલ લાવી શકીશું તો મને સંપૂર્ણ ભરોસો છે કે બાકીની તમામ બાબતો (મુદ્દાઓ)નો ઉકેલ આવી જશે. અમે ખરેખર યુદ્ધ સમાપ્ત કરવાની નજીક પહોંચી ગયા છીએ.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને અમેરિકાનો ૨૮ પોઈન્ટનો આરંભનો શાંતિ પ્રસ્તાવ લીક થઈ ગયો હતો, જેના કારણે યુરોપના અધિકારીઓમાં ભારે મૂંઝવણ પેદા થઈ હતી.
યુરોપના દેશોનું કહેવું હતું કે આ શાંતિ પ્રસ્તાવ મોસ્કોની મુખ્ય માગણીઓમાં – નાટોમાં યુક્રેના સભ્યપદ પર રોક, યુક્રેનના લગભગ પાંચમા ભાગ પર રશિયાના કબજાને માન્યતા અને યુક્રેનની સેના આકાર અને હથિયારો પર સખત પ્રતિબંધ સામેલ છે, જે દર્શાવે છે કે લગભગ રશિયાની સામે ઝુકી ગયા છે. જોકે, હજુ સુધી શાંતિ પ્રસ્તાવની નક્કર વિગતો જાહેર કરાઈ નથી.
લીક થયેલા આરંભના અમેરિકાના ડ્રાફ્ટ અનુસાર, જોપોરિજ્જિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ(જેના તમામ રિએક્ટર હાલ બંધ છે)ને આઈએઈએની દેખરેખમાં ફરી ચાલુ કરાશે અને આ પ્લાન્ટમાં પેદા થનારી વીજળીને રશિયા અને યુક્રેનની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. વર્તમાનમાં રશિયા યુક્રેનના કુલ ક્ષેત્રફળનો ૧૯.૨ ટકા ભાગ પર કબજો ધરાવે છે. જેમાં ૨૦૧૪માં કબજામાં લીધેલું ક્રીમિયા, આખું લુહાન્સ્ક, દોનેત્સ્કનો ૮૦ ટકાથી વધુ હિસ્સો છે.SS1MS
