યુરોપના લાતવિયામાં પુરુષોની વસ્તીમાં ભારે ઘટાડો, મહિલાઓ માટે નવી મુશ્કેલી
નવી દિલ્હી, યુરોપના લાતવિયા નામના દેશમાં હાલમાં ગંભીર લૈંગિક સમસ્યા પેદા થઈ છે. જેના કારણે અહીં મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સેવામાં ઉછાળો આવ્યો છે. આ અસ્થાયી પતિઓની સહાયથી મહિલાઓ ઘરના નાના-મોટા રોજિંદા કામો અને ઘરની જવાબદારીઓ પૂર્ણ કરે છે. આ સમસ્યાને લીધે મહિલાઓ એકલતાનો ભોગ પણ બની રહી છે. લાતવિયન સમાજમાં ગંભીર લૈંગિક અસંતુલન સર્જાયું છે.
આ દેશમાં પુરુષોની સંખ્યા મહિલાઓની તુલનામાં ૧૫.૫ ટકા સુધી ઓછી છે. આ રેશિયો યુરોપિયન યુનિયનના લૈંગિક રેશિયાથી ત્રણ ગણો ઓછો છે. વર્લ્ડ એટલાસના અહેવાલ અનુસાર, લાતવિયામાં પુરુષોની સરેરાશ ઉંમર પણ મહિલાઓની સરખામણીમાં ઓછી છે.
અહીં ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં બમણી છે. લાતવિયામાં પુરુષોની વસ્તીનો ઘટાડો સ્પષ્ટપણે રોજિંદી જિંદગીમાં પણ જોવા મળી રહ્યો છે.
દાનિયાની સહેલી જેને જણાવ્યું કે, દેશમાં પુરુષોની સંખ્યા ઓછી સંખ્યાને કારણે લાતવિયન મહિલાઓ – વિકલ્પ ઓછા(પુરુષો) હોવાના કારણે લગ્ન માટે વિદેશ જવા મજબૂર છે. દેશમાં પુરુષોની સંખ્યા ઓછી હોવાના કારણે એવી કેટલીયે મહિલાઓ છે – જે જીવનસાથી વિના રહી રહી છે.
એવામાં લાતવિયામાં એવા કેટલાક પ્લેટફોર્મ છે જે એવા પુરુષોને ઉપલબ્ધ કરાવે છે, જે પ્લંબિંગ, સુથારકામ, મરામત જેવા કામો સારી રીતે કરે છે. આ સાથે સારી રીતે વાતો પણ કરે છે. એક એવી કંપની છે કે કલાકોના હિસાબે પતિઓને ભાડે આપવાનું કામ કરે છે.
એમાં ફોનના માધ્યમથી કે ઓનલાઈન બુકિંગ કરાવવા પર એક આદમી તરત ઘરે પહોંચીને ઘરના કામો કરાવવામાં મદદ કરે છે. નિષ્ણાતોના કહેવા મુજબ, લાતવિયામાં લૈંગિક સમસ્યાનું મુખ્ય કારણ પુરુષોનું ઓછું આયુષ્ય છે. આની પાછળ ધ્‰મ્રપાનનો ઉચ્ચ દર અને જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યા પ્રમુખ છે.SS1MS
