હત્યાના આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક
અમદાવાદ, મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં યુવકની હત્યા થઇ હતી. આ કેસમાં એક આરોપીને મેઘાણીનગર પોલીસે ગઇકાલે ઝડપી લઇ તપાસ આદરી હતી. જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીએ અગાઉ તેના જ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની નવી ફરિયાદ નોંધી તપાસ આદરી છે. હવે પોલીસ તબક્કાવાર બન્ને કેસમાં આરોપીની ધરપકડ કરશે.
મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ચંદ્રશેખર તોમરની હત્યા થઇ હતી. આ કેસમાં પોલીસે આરોપી રામકુમારસિંગ ઉર્ફાે છોટુ રામનરેશસિંહ તોમરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી ત્યારે આરોપીએ તેના જ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પર ઓગસ્ટ ૨૦૨૫માં દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થઇ હતી. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, રામકુમારસિંહે દવા આપી સારવાર કરાવી દીધી હતી.
આરોપી અવારનવાર સગીરાને જુદી જુદી જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યાે હતો. આ મામલે સગીરાની માતાની પોલીસે પૂછપરછ કરતા સગીરાએ ઘટસ્ફોટ કર્યાે હતો અને આરોપીએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાયું હતું.
ત્યારબાદ મેઘાણીનગર પોલીસ મથકમાં આરોપી સામે સગીરાની માતાએ પોક્સો, બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, હાલ તો આરોપીની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. બળાત્કાર કેસમાં પોલીસ આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી તપાસ હાથ ધરશે.SS1MS
