વિરાટ કોહલી-રોહિત શર્માનો અનુભવ અને ડ્રેસિંગરૂમમાં હાજરી જરૂરીઃ ગૌતમ ગંભીર
નવી દિલ્હી, દક્ષિણ આફ્રિકાને વન-ડે શ્રેણીમાં પરાજય આપ્યા પછી ટીમના કોચ ગૌતમ ગંભીર પત્રકાર પરિષદમાં વાત કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, રોહિત-કોહલી વર્લ્ડ ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે અને ડ્રેસિંગ રુમમાં તેમનો અનુભવ જરુરી છે. એ લાંબા સમયથી આવું કરી રહ્યા છે. આશા છે કે એ આવી જ રીતે રમતા રહેશે, જે ટીમ માટે વન-ડેમાં જરુરી છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે ગંભીર, કોહલી અને રોહિતની વચ્ચે તકરાર ચાલી રહ્યો છે. જેના કારણે ટીમના ડ્રેસિંગ રુમનો માહોલ બરાબર નથી.
પરંતુ ત્રીજી વન-ડેમાં જીત મળ્યા પછી ગૌતમ ગંભીરે કોહલી અને રોહિતને લઈને એવી વાત કરી છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે રોહિત અને કોહલીએ પોતાના શ્રેષ્ઠ દેખાવથી ટીકાકારોને આકરો જવાબ આપ્યો છે અને હવે ટીમનો માહોલ બરાબર છે.
આ ઉપરાંત, ગૌતમ ગંભીરે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને લઈને પણ મીડિયા પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને કહ્યું કે, જુઓ, સૌથી પહેલા એ સમજવું જરુરી છે કે વન-ડે વિશ્વકપને હજુ બે વર્ષ બાકી છે. સૌથી જરુરી એ છે કે વર્તમાનમાં રહેવું. આ સાથે ગંભીરે ઉમેર્યું કે, એ પણ જરુરી છે કે ટીમમાં સામેલ થનાર યુવા ખેલાડીઓ તકનો ફાયદો ઉઠાવે, ઋતુરાજ ગાયકવાડ જેવા કોઈ, જેમણે પોતાના સ્થાનથી હટીને બેટિંગ કરી.
એ એક ક્વોલિટી પ્લેયર છે. આપણે સૌ જાણીએ છીએ. આપણે ગાયકવાડને સીરીજમાં તક આપવા ઈચ્છતા હતા, કારણ કે એ ઈન્ડિયા-એ ની સાતે જે રીતના ફોર્મમાં હતો, તેણે હકીકતમાં એ તકને બંને હાથથી પકડી, બીજી મેચમાં સદી ફટકારી, જ્યારે આપણે દબાણમાં હતા, આપણે ૪૦ રન પર બે વિકેટ ગુમાવી ચુક્યા હતા અને પછી એ પ્રકારની સદી ફટકારવી એ શ્રેષ્ઠ ક્વોલિટીનું નિશાન છે.SS1MS
