‘તેઓ ફોન કરીને ક્યારેય તમારા વખાણ નહીં કરે’ઃ મનોજ બાજપેયી
મુંબઈ, એક્ટર મનોજ બાજપેયી હાલમાં ‘ધ ફેમિલી મેન’ સિઝન ૩માં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી રહ્યા છે. કલાકારોએ તાજેતરમાં કુશા કપિલા અને કોમેડિયન રવિ ગુપ્તા સાથે શા વિશે વાત કરી હતી.
જેમાં મનોજ બાજપેયીએ બોલિવૂડના કલાકારોમાં રહેલી ઈન્સિક્યોર વિશે ખુલીને વાત કરી હતી. જયદીપ અહલાવતે ખુલાસો કર્યાે કે, જ્યારે મનોજ બાજપેયી ‘પાતાલ લોક’ સિઝન ૧માં તેમના કામની પ્રશંસા કરી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે પાતાલ લોક સિઝન ૧ રિલીઝ થઈ, ત્યારે મનોજ ભાઈએ મને રાત્રે ફોન કર્યાે અને ૧૫-૨૦ મિનિટ સુધી મારી સાથે વાત કરી હતી.
હું તે ક્યારેય ભૂલીશ નહીં. તે પછી હું ખૂબ રડ્યો હતો.’ તે સમયે મનોજ બાજપેયીએ જયદીપ અહલાવતને કહ્યું કે, ‘એક સંસ્થા ખોલો, અને હું તમારો વિદ્યાર્થી બનીશ.’
બોલિવૂડ કલાકારો અંગે મનોજ બાજપેયી ખુલીને કરી વાતમનોજ બાજપેયીએ બોલિવૂડ કલાકારોમાં રહેલી અનિશ્ચિતતાની ભાવના વિશે વાત કરતા કહ્યું કે, ‘આપણી ઈન્ડસ્ટ્રીમાં કલાકારો ક્યારેય એકબીજાની પ્રશંસા કરતા નથી. તેઓ ક્યારેય કોઈના કામની પ્રશંસા કરવા માટે ફોન કરતા નથી, કારણ કે તેઓ ખૂબ જ ઈન્સિક્યોર હોય છે. હું હજુ પણ લોકોને કામ માંગવા માટે ફોન કરું છું કારણ કે હું જન્મજાત સંઘર્ષ કરનાર છું.
’‘ધ ફેમિલી મેન ૩’ પહેલા મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતે ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘ચટગાંવ’માં સાથે કામ કર્યું હતું. ‘ધ ફેમિલી મેન’ની નવી સિઝનમાં મનોજ બાજપેયીએ શ્રીકાંત તિવારી તરીકે ફરી એકવાર પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે જયદીપ અહલાવતે ખલનાયક રુક્માના રોલમાં છે.
‘ધ ફેમિલી મેન ૩’ના નિર્દેશક રાજ એન્ડ ડીકે છે. આ શામાં મનોજ બાજપેયી, નિમરત કૌર, અશ્લેષા ઠાકુર, શારીબ હાશ્મી, પ્રિયમણી અને જયદીપ અહલાવત છે. આ શા એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૨૧મી નવેમ્બરથી સ્ટ્રીમ થઈ રહ્યો છે.SS1MS
